• Gujarati News
  • Utility
  • BSF Announces Recruitment For 269 Posts Of Constables Under Sports Quota, Standard 10 Pass Candidates Apply Before 22nd September

સરકારી નોકરી:BSFએ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કોન્સ્ટેબલની 269 જગ્યા પર ભરતી જાહેર કરી, ધોરણ 10 પાસ ઉમેદવાર 22 સપ્ટેમ્બર પહેલાં અપ્લાય કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં નહીં આવે
  • સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 21,700 - 69,100 રૂપિયાનો પગાર આપવામાં આવશે

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કોન્સ્ટેબલની 269 જગ્યા પર ભરતી માટે અરજી માગી છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 9 ઓગસ્ટ એટલે કે સોમવારથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ bsf.gov.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. અપ્લાય પ્રોસેસ 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

જગ્યાની સંખ્યા: 269

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ મેટ્રિક અથવા તો સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઈએ. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘ કે ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા માન્ય પ્રતિયોગીતામાં ભાગ લેનારા અને મેડલ જીતનારા ખેલાડીઓ અરજી કરી શકશે.

ઉંમર
અરજી કરનારા ઉમેદવારની ઉંમર 1 ઓગસ્ટ, 2021 સુધી 18 વર્ષથી 23 વર્ષ હોવી જોઈએ. જો કે, રિઝર્વ કેટેગરીને નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 9 ઓગસ્ટ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 22 સપ્ટેમ્બર

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ફિઝિકલ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટને આધારે કરવામાં આવશે. કેન્ડિડેટ્સે કોઈ લેખિત પરીક્ષા આપવાની નથી.

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 21,700 - 69,100 રૂપિયાનો પગાર અને અન્ય અલાઉન્સ આપવામાં આવશે.

એપ્લિકેશન ફી
જનરલ/OBC-100 રૂપિયા
SC/ST/મહિલા-કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 22 સપ્ટેમ્બર ઓફિશિયલ વેબસાઈટ bsf.gov.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: