7 ડિસેમ્બર, 2022:
ઘરની બહારી દીવાલોને મોટે ભાગે ગરમી, ધૂળ અને કપરા હવામાનની સ્થિતિઓનો સામનો કરવો પડતો હોવાથી તે ઝાંખી પડવા અથવા ઘસારા પડે ત્યારે દીવાલ કદરૂપી બની જાય છે. એશિયન પેઈન્ટ્સનું એપેક્સ ડસ્કપ્રૂફ ઘરની બહારી દીવાલોના સૌંદર્યને કોઈ પણ નુકસાન કે હાનિથી નિવારવા માટે સર્વ બાબતોને આવરી લે છે. આ પેઈન્ટ અને ડેકોર દિગ્ગજ દ્વારા નવી કેમ્પેઈન સૂઝબૂઝપૂર્વક આ મુદ્દો લઈને આવી છે. આ કમર્શિયલ એશિયન પેઈન્ટ્સનું એપેક્સ ડસ્ટપ્રૂફ ઈમલ્ઝન કઈ રીતે કોઈ પણ ધૂળના વાવાઝોડા સામે લડવા અને કપરી હવામાનની સ્થિતિઓથી ઘરની દીવાલોને બચાવવા માટેનું આખરી પેઈન્ટ સમાધાન છે. તે લગાવવાથી ઘરને ખરાબ હવામાનની સ્થિતિઓ સામે કવચ મળે છે, જેને લીધે તે વર્ષભર નવું અને ચકમકતું રહે છે.
ટીવીસીમાં દંપતીનો લગ્ન સમારંભ બતાવવામાં આવ્યો છે, જેમાં નવવધૂ ઘરમાં પ્રવેશ કરતાં જ અણધાર્યું ધૂળનું વાવાઝોડું ત્રાટકે છે, પરંતુ એપેક્સ ડસ્ટપ્રૂફ આવીને દિવસ કઈ રીતે બચાવી લે છે તે દર્શાવે છે. આ અવ્વલ પ્રોડક્ટ ધૂળને દીવાલો પર સ્થાયી થવા દેતી નથી અને તેની ડસ્ટ પિક-અપ રેઝિસ્ટન્સ (ડીપીયુઆર)ને લીધે લાંબા સમય સુધી પેઈન્ટ જળવાઈ રહે છે. એશિયન પેઈનટ્સ રમૂજના સ્પર્શ સાથે કમર્શિયલમાં આ પરિમાણને આલેખિત કરીને તેને અસલ અને હૃદયસ્પર્શી બનાવે છે. આ પાણી આધારિત બહારી દીવાલનું ફિનિશ 5 વર્ષની પરફોર્મન્સ ગેરન્ટી આપે છે.
નવી ટીવીસી વિશે બોલતાં એશિયન પેઈન્ટ્સ લિમિટેડના એમડી અને સીઈઓ અમિત સિંગલેએ જણાવ્યું હતું કે, “દરેક નાગરિકો તેમના જીવનમાં તેમનાં ઘરોના સૌંદર્યને જાળવી રાખવાનો વ્યક્તિગત પ્રયાસ કરે છે./i>. જોકે ધૂળ જમા થવાથી ઘરની બહારી દીવાલો ખરાબ થઈને રંગ ઝાંખો પડી જાય છે. એશિયન પેઈન્ટ્સના એપેક્સ ડસ્ટપ્રૂફ સાથે ગ્રાહકો ઘરની બહારી દીવાલોનું સૌંદર્ય લાંબા સમય સુધી જાળવી રાખીને ધૂળની અસરથી તેનું રક્ષણ કરી શકે છે. એપેક્સ ડસ્ટપ્રૂફ માટે નવી ફિલ્મ થકી આ પ્રોડક્ટ પરિમાણ રમૂજી રીતે વહેતું કરાયું છે. "
ઓગિલ્વી મુંબઈના ચીફ ક્રિયેટિવ ઓફિસર સુકેશ નાયકે જણાવ્યું હતું કે, "ફિલ્મ ધૂળ પર રમૂજી રીતે ટિપ્પણી કરે છે. વાર્તાની પાર્શ્વભૂ લગ્ન સમારંભ છે, જ્યાં ધૂળને કારણે બધું જ બરબાદ થઈ જશે એવું લાગતું હોય છે. અહીં જ એશિયન પેઈન્ટ્સનું એપેક્સ ડસ્ટ પ્રૂફ બચાવમાં આવે છે અને દિવસ અને લગ્ન પણ બચાવી લે છે. ”
કૃપા કરી એશિયન પેઈન્ટ્સના એપેક્સ ડસ્ટપ્રૂફ ઈમલ્ઝન માટે નવી ટીવીસીની લિંક નીચે જુઓઃ
એશિયન પેઈન્ટ્સ લિમિટેડ વિશે
1942માં સ્થાપના થઈ ત્યારથી એશિયન પેઈન્ટ્સે રૂ. 29,101.28 કરોડ (રૂ. 291 અબજ)ના એકત્રિત ટર્નઓવર સાથે ભારતની અગ્રણી અને એશિયાના ચોથી સૌથી વિશાળ પેઈન્ટ કંપની બનવામાં લાંબી મજલ મારી છે. એશિયન પેઈન્ટ્સ 15 દેશમાં કામગીરી કરે છે અને લગભગ 60 દેશોમાં ગ્રાહકોને સેવા આપવા સાથે દુનિયાભરમાં 27 પેઈન્ટ ઉત્પાદન એકમો ધરાવે છે. એશિયન પેઈન્ટ્સ હંમેશાં પેઈન્ટ ઉદ્યોગમાં આગેવાન રહી છે. ભારતમાં તેણે કલર આઈડિયાઝ, સેફ પેઈન્ટિંગ સર્વિસ, કલર નેક્સ્ટ અને એશિયન પેઈન્ટ્સ બ્યુટિફુલ હોમ્સ સ્ટોર્સ જેવી નવીનતા અને નવી સંકલ્પનાઓ રજૂ કરવામાં હંમેશાં આગેવાની લીધી છે. એશિયન પેઈન્ટ ભીતરી અને બહારી દીવાલો માટે ડેકોરેટિવ અને ઈન્ડસ્ટ્રિયલ ઉપયોગ માટે પેઈન્ટ્સની વ્યાપક શ્રેણી ઉત્પાદન કરે છે. તેમના પોર્ટફોલિયોમાં સર્વ સપાટીઓ માટે વૂડ ફિનિશીઝ અને અધેસિવ્ઝ રેન્જ માટે વોટરપ્રૂફિંગ, વૂડટેક પ્રોડક્ટો માટે સ્માર્ટકેર રેન્જનો સમાવેશ થાય છે. કંપની ઘર સુધારણા અને ડેકોર સેગમેન્ટમાં પણ મોજૂદ છે અને બાથ અને કિચન પ્રોડક્ટો ઓફર કરે છે. કંપનીએ તેના પોર્ટફોલિયોમાં લાઈટિંગ્સ, ફર્નિશિંગ્સ અને ફર્નિચર પણ રજૂ કર્યાં છે અને સુરક્ષિત અને સુપરવાઈઝ્ડ પેઈન્ટિંગ અને ઈન્ટીરિયર ડિઝાઈનસેવાઓની રેન્જ ઓફર કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.