કોવિડ-19ને કારણે શાળા, કોલેજથી માંડીને કોચિંગ સુધી દરેક જગ્યાએ ઓનલાઇન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. આ કામ અનેક એપ્સ પર પણ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, હવે ડાયરેક્ટ ટુ હોમ કેબલ સર્વિસ ટાટા સ્કાય પણ પોતાના તમામ સબ્સ્ક્રાઇબર્સ માટે ફ્રી એજ્યુકેશનલ ચેનલ લાવી છે. આ ચેનલનું નામ ટાટા સ્કાય ક્લાસરૂમ એજ્યુકેશન છે. આ ચેનલનો નંબર 653 છે.
ટાટા સ્કાયે વર્ષ 2016માં તેની ક્લાસરૂમ સર્વિસ લોન્ચ કરી હતી. તેમાં મેથ્સ અને સાયન્સના 700થી વધુ એનિમેટેડ વીડિયો છે. ટાટા સ્કાયની આ ચેનલ કોઈ જાહેરાત વગર આવે છે. તેમજ, તેને હિંદી અને અંગ્રેજી બંને ભાષાઓમાં જોઇ શકાય છે. ટાટા સ્કાયનો હેતુ દેશના તમામ વિદ્યાર્થીઓને ટીવી દ્વારા કન્ટેન્ટ લર્નિંગ શીખવવાનો છે.
2 કરોડથી વધુ ગ્રાહકોને ફાયદો થશે
ટાટા સ્કાયની ક્લાસરૂમ સર્વિસ જૂના અને નવા બંને સબ્સ્ક્રાઇબર્સ માટે ફ્રી છે. કંપનીનું કહેવું છે કે, દેશભરમાં તેના 2.2 કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે. ગ્રાહકો ચેનલ નંબર 653 પર આ જોઈ શકશે. ક્લાસરૂમ સર્વિસ પર એન્ગેજિંગ અને ઇન્ટર એક્ટિવ કન્ટેન્ટ આપવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓને મેથ્સ અને સાયન્સના ફંડામેન્ટલ વીડિયો અને એન્ગેજિંગ એનિમેટેડ કોન્સેપ્ટ લર્નિંગ વીડિયો જોવા મળશે.
ભણવાની સાથે બાળકોની પરીક્ષા પણ લેવાશે
ટાટા સ્કાય ક્લાસરૂમ સર્વિસ 5થી 8 ધોરણના વિદ્યાર્થીઓ પર ફોકસ કરે છે. અહીં અંગ્રેજી અને હિંદી બંને ભાષાઓમાં કન્ટેન્ટ હાજર છે. એજ્યુકેશનલ વીડિયો ઉપરાંત અહીં એજ્યુકેશનલ ગેમ્સ પણ ઉપલબ્ધ છે. આ બાળકોને તો એન્ગેજ રાખે જ છે, પણ સાથોસાથ તેમને નોલેજ પણ આપે છે. ટાટા સ્કાયે અહીં એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના બે ભાગમાં અને બીજા ઓક્ટોબરથી માર્ચ સુધી સ્લેબ રાખ્યા છે. બધા પાર્ટ્સના પહેલા ત્રણ મહિનામાં ટાટા સ્કાય લેસન વીડિયો ચલાવશે અને પાછલા બે મહિનાના ચેપ્ટર પ્રમાણે રિવિઝન વીડિયો, પ્રેક્ટિસ ટેસ્ટ અને સેમ્પલ પેપર્સ પણ આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.