• Gujarati News
  • Utility
  • Branch Manager Notices, Understand What Your Rights Are Regarding Clothing In Public Places?

ગ્રાહકોએ હાફ પેન્ટમાં બેન્કમાં ન આવવું:બ્રાન્ચ મેનેજરે નોટિસ ફટકારી, સમજો જાહેર સ્થળોએ કપડાં અંગે તમારા શું અધિકાર છે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાફ પેન્ટ પહેરીને આવતા પુરુષોને બેન્કમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ વાત સાંભળીને આશ્ચર્ય થયું ને! ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાની કેનેરા બેંકે આ નોટિસ જાહેર કરી છે. બ્રાન્ચ મેનેજર અર્ચના કુમારીએ 26 ઓગસ્ટના રોજ લખ્યું હતું કે, ‘બેન્કના ઘણા ગ્રાહકો યુવાન છે, જે હાફ પેન્ટ પહેરીને બેન્કમાં આવે છે. બેન્કની મહિલા કર્મચારીઓએ મેનેજરને લેખિત ફરિયાદ નોંધાવી હતી કે, હાફ પેન્ટ તેમને વિચલિત કરે છે. આ કારણે તેમને કામ કરવામાં પરેશાની થાય છે.

ચાલો જાણીએ ક્રિમિનલ અને ફેમિલી લો એક્સપર્ટ એડવોકેટ સચિન નાયક પાસેથી આજે કામના સમાચારમાં સામાન્ય લોકોને જાહેર સ્થળે કેવા પ્રકારના કપડા પહેરવાનો અધિકાર છે.

પ્રશ્ન : બેન્ક મેનેજરે હાફ પેન્ટમાં ન આવવાની નોટિસ આપી છે, તેના વિશે ગ્રાહકોના શું અધિકાર છે?
જવાબ : બિકિની કે અંડરગાર્મેન્ટ સિવાય ગ્રાહકો પોતાની મરજી મુજબ કોઈપણ કપડાં પહેરી શકે છે. જો કે એડવોકેટ સચિન નાયકનું કહેવું છે કે, તમારા કપડા ન્યુડિટીને પ્રોત્સાહન ન આપતા હોવા જોઇએ. આવી સ્થિતિમાં ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.

પ્રશ્ન : જાહેર સ્થળ પર ન્યુડિટીનો અર્થ શું છે? અને આમ કરવા પર શું સજા આપી શકાય છે?
જવાબ :

  • કપડાં પહેર્યા વગર જો કોઈ વ્યક્તિ જાહેર સ્થળ પર જાય તો તેને ‘ન્યૂડિટી’ કહેવાય છે.
  • આમ કરવાથી IPCની કલમ-294 હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
  • આમાં કોઈપણ વ્યક્તિને 3 મહિનાની જેલ અને દંડ અથવા બંને મળી શકે છે.

પ્રશ્ન : શું બેન્ક મેનેજર આ અંગે નોટિસ આપી શકે કે ગ્રાહકોને હાફ પેન્ટ, જીન્સ, સાડી કે પછી બીજું કંઇ પહેરીને બેંકમાં આવવું પડશે કે નહીં?
જવાબ:
ના. કારણ કે બેન્ક ગ્રાહકો માટે બનાવવામાં આવી છે. કપડાં પર નોટિસ આપવાનો અર્થ એ છે કે તમે ગ્રાહકોને બેંકમાં આવવા પર પ્રતિબંધ લગાવી રહ્યા છો. ગ્રાહકો બેન્કમાં આવે કે ન આવે, બેન્કને કોઈ ફરક પડતો નથી, આ વાત સદંતર ખોટી છે.

આ મામલે બ્રાન્ચ મેનેજરે હાફ પેન્ટ પહેરીને ન આવવા નોટિસ ફટકારી છે તો પરેશાન ગ્રાહકો શું કરી શકે? તે જાણવા માટે નીચેનું ગ્રાફિક વાંચો.

પ્રશ્ન : જો બેન્કે કપડાં પર કોઈ પ્રતિબંધ લગાવીને નોટિસ ફટકારી છે તો શું ગ્રાહકોએ તેને સ્વીકારવું જરૂરી બનશે?
જવાબ :
ના, એ જરૂરી નથી કે ગ્રાહક આ વાત સ્વીકારે, કારણ કે બ્રાન્ચ મેનેજરનું અધિકારક્ષેત્ર કર્મચારીઓ સુધી જ સીમીત છે. તે કર્મચારીઓ માટે ડ્રેસ કોડ નક્કી કરી શકે છે, ગ્રાહકો માટે નહીં. જો ગ્રાહકો ‘ન્યુડિટી’ શો કરે તો બ્રાન્ચ મેનેજર તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.

પ્રશ્ન : બેન્ક મેનેજરના કપડાં અંગે જારી કરવામાં આવેલી નોટિસને ગ્રાહક ન સ્વીકારે તો બેંક મેનેજર કોઇ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે?
જવાબ :
ના, બેંક મેનેજર્સ ફક્ત ગ્રાહકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી શકે છે.

પ્રશ્ન : જો ગ્રાહકોને બેન્ક કર્મચારીઓના ડ્રેસિંગમાં કોઈ સમસ્યા હોય, તો તે કોને ફરિયાદ કરી શકે છે?
જવાબ :
ગ્રાહકો બ્રાન્ચ મેનેજરને પણ ફરિયાદ કરી શકે છે. જો મેનેજર કોઇ કાર્યવાહી ન કરે તો તે ઝોનલ ઓફિસરને લેખિત ફરિયાદ કરી શકે છે.

કપડાં પહેરવા એ તમારી પોતાની પસંદગી છે, તમને તેના વિશે કોઈ રોકી શકશે નહીં.

જાણવા જેવું :

બેન્કના કર્મચારીઓ એકસાથે લંચ પર જઈ શકતા નથી, જો કામમાં મોડું થયું તો તરત જ ફરિયાદ થશે

થોડા દિવસ પહેલા તે પોતાના મિત્ર સાથે બેંકમાં ઈનવોઈસ બનાવવા ગઈ હતી. જ્યારે હું કાઉન્ટર પર પહોંચી ત્યારે ત્યાં કોઈ કર્મચારી હાજર ન હતો. પછી હું બીજા કાઉન્ટર પર ગઈ. ત્યાં હાજર કર્મચારીએ કહ્યું કે, મેડમ જમવાનો સમય થઈ ગયો છે, પછી આવજો. અહી મને ઓફિસ જવા માટે મોડું થઈ રહ્યું હતું. હવે શું કરવું...? પછી મેં સંશોધન શરૂ કર્યું અને જાણ્યું કે કોઈપણ બેંક તેના ગ્રાહકોને બપોરના સમયે ભોજનના નામે રાહ જોવડાવી શકશે નહીં. આ સાથે મને ગ્રાહકોના અધિકારો વિશે વધુ માહિતી મળી. અહી વાંચો પૂરા સમાચાર