સુવિધા:BPCLના ગ્રાહકો હવે વ્હોટ્સએપ દ્વારા એલપીજી સિલિન્ડર બુક કરાવી શકશે, બુધવારથી શરૂ થઈ સુવિધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રિફિલ માટે પ્રીપેઈડ ઓનલાઈન પેમેન્ટની સુવિધા
  • ભારત ગેસના દેશભરમાં લગભગ 7.10 કરોડ ગ્રાહકો છે

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ ગ્રાહકોની સુવિધા માટે દેશભરમાં વ્હોટ્સએપ દ્વારા રસોઈ ગેસ બુકિંગ (LPG Gas) સેવા શરૂ કરવાની જાહેરાત કરી. દેશની બીજી સૌથી મોટી પેટ્રોલિયમ ડિસ્ટ્રિબ્યુશન કંપનીને ડિસઇન્વેસ્ટમેન્ટ સૂચિમાં સ્થાન આપવામાં આવ્યું છે. કંપનીના 7.10 કરોડ એલપીજી ગ્રાહકો છે. BPCLએ એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, મંગળવારથી દેશભરમાં આવેલા ભારત ગેસના ગ્રાહકો વ્હોટ્સએપ દ્વારા રસોઈ ગેસ સિલિન્ડર બુક કરાવી શકે છે. 

BPCL સ્માર્ટલાઈન નંબર 1800224344
કંપનીના જણાવ્યા પ્રમાણે, તેમને સિલિન્ડર બુકિંગ માટે એક નવી વ્હોટ્સએપ બિઝનેસ ચેનલ શરૂ કરી છે. કંપનીએ નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, વ્હોટ્સએપ પર આ બુકિંગ BPCL સ્માર્ટલાઇન નંબર 1800224344 પરથી કરી શકાય છે. ગ્રાહકોએ તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી બુકિંગ કરવાનું રહેશે. BPCL માર્કેટિંગ ડાયરેક્ટર અરુણ સિંહના જણાવ્યા પ્રમાણે, વ્હોટ્સએપ દ્વારા એલપીજી બુકિંગ કરવાની આ જોગવાઈથી ગ્રાહકોને સરળતા રહેશે. 

ક્રેડિટ-ડેબિટ અથવા UPIથી પેમેન્ટ કરી શકો છો
કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, એલપીજીના પ્રભારી ટી. પીતાંબરમના જણાવ્યા પ્રમાણે, વ્હોટ્સએપ દ્વારા બુકિંગ કર્યા બાદ ગ્રાહકોને બુકિંગનો મેસેજ આવશે. તે ઉપરાંત એક લિંક પણ મોકલવામાં આવશે જેના પર તેઓ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ, UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) અને એમેઝોન જેવી અન્ય પેમેન્ટ એપ્લિકેશન દ્વારા પણ પેમેન્ટ કરી શકો છો. 

તેમણા જણાવ્યા પ્રમાણે, કંપની એલપીજી ડિલિવરી પર નજર રાખવા અને ગ્રાહકો પાસેથી તેના વિશે તેમના અભિપ્રાય લેવા જેવી બાબતો પર પણ ધ્યાન આપી રહી છે. આગામી દિવસોમાં, કંપની ગ્રાહકોને સુરક્ષા જાગૃતિની સાથે વધુ સુવિધાઓ આપશે. 

અન્ય સમાચારો પણ છે...