ફેસ્ટિવ સિઝન શરૂ થતાં ઈ-કોમર્સ સાઈટ સાથે પેમેન્ટ એપ્સ પણ પોતાના ગ્રાહકો માટે ઓફર લોન્ચ કરી રહી છે. Paytmએ LPG સિલિન્ડર બુકિંગ માટે 'નવરાત્રિ ગોલ્ડ' ઓફર લોન્ચ કરી છે. 7થી 16 ઓક્ટોબર દરમિયાન દરરોજ પેટીએપ એપથી સિલિન્ડર બુકિંગ પર 5 યુઝર્સને 10,0001 રૂપિયાનું સોનું મળશે.આ ઓફર હાલના સિલિન્ડર બુકિંગ પર જ મળશે.
આ ઓફરનો લાભ લેવા Paytm એપ પર 'બુક ગેસ સિલિન્ડર' ફીચરનો ઉપયોગ કરી શકાશે. આ સિવાય યુઝર્સને દરેક બુકિંગ પર 1000 રૂપિયાનાં કેશબેક પોઈન્ટ પણ મળશે. આ પોઈન્ટ્સનો ઉપયોગ ટોપ બ્રાન્ડ્સની ડીલ અને ગિફ્ટ વાઉચરમાં રીડિમ કરી શકાશે. આ ઓફરનો લાભ ઈન્ડેન, HP ગેસ અને ભારત ગેસના ગ્રાહકોને મળશે.
આ રીતે સિલિન્ડર બુક કરાવો
સિલિન્ડર બુક કરાવવા માટે Paytm એપ પર 'બુક ગેસ સિલિન્ડર' ટેબ પર જાઓ. હવે ગેસ પ્રોવાઈડર સિલેક્ટ કરો. મોબાઈલ નંબર, LPG આઈડી અને કન્ઝ્યુમર નંબર સબમિટ કરો.
સિલિન્ડર બુકિંગ બાદ પેમેન્ટ માટે પેટીએમ વોલેટ, પેટીએમ UPI, કાર્ડ્સ, નેટબેકિંગ અથવા પેટીએમ પોસ્ટપેડ સહિતના ઓપ્શનની પસંદગી કરી શકાય છે. હાલ બુકિંગ કરાવી સિલિન્ડરના પૈસાની ચૂકવણી આવતા મહિને કરવાનો પણ ઓપ્શન મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.