તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Book A Vaccine Slot Right Now From Your WhatsApp At Home Without The Hassle Of Tokens Or Lines, Follow These Steps

સુવિધા:હવે ટોકન કે લાઇનની માથાકૂટ વગર ઘેરબેઠાં તમારા વ્હોટ્સપરથી જ બુક કરાવો વેક્સિન સ્લોટ, આ સ્ટેપ્સ ફોલો કરો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • MyGov કોરોના હેલ્પડેસ્કે સ્લોટ બુકિંગની નવી સુવિધા શરૂ કરી
 • આ ફીચરમાં યુઝરને વેક્સિનેશન સેન્ટર અને ખાલી સ્લોટની માહિતી મળશે

વ્હોટ્સએપ પર વેક્સિનેશન સર્ટિફિકેટની સુવિધા આપ્યા બાદ હવે યુઝરને વધુ એક સુવિધા મળવા જઈ રહી છે. હવે યુઝર વ્હોટ્સએપ પર જ તેમનો વેક્સિન સ્લોટ બુક કરાવી શકશે. 'MyGov corona helpdesk' પરથી હવે કોઈપણ માથાકૂટ વગર યુઝર વેક્સિન સ્લોટ બુક કરાવી શકશે.

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી આ નવા ફીચરની માહિતી આપી છે. તેમણે આ ફીચર ઉપયોગ કરવા માટેનાં સ્ટેપ્સ સાથે વ્હોટ્સએપ કોરોના હેલ્પડેસ્ક ચેટબોટની લિંક પણ શેર કરી છે.

આ સુવિધા અંગે MyGovના CEO અને કેન્દ્રીય મંત્રી અભિષેક સિંહે પણ ટ્વીટ કરી માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે MyGov કોરોના હેલ્પડેસ્ક લાખો નાગરિકોની સમસ્યાનું ટેક્નોલિજકલ સોલ્યુશન સાબિત થયું છે. નવી સુવિધામાં યુઝર વેક્સિનેશન સેન્ટર શોધી સ્લોટ બુક કરી શકશે. આ નવી સુવિધા માટે તેમણે વ્હોટ્સએપનો આભાર માન્યો છે. વ્હોટ્સએપના હેડ વિલ કેથકાર્ટે પણ ટ્વીટ કરી એની માહિતી આપી છે.

આ રીતે વ્હોટ્સએપ પરથી વેક્સિનનો સ્લોટ બુક કરાવો

 • તમારા ફોનમાં 'MyGov corona helpdesk'નો 9013151515 નંબર સેવ કરો.
 • નંબર સેવ કર્યા બાદ ચેટ વિન્ડો ઓપન કરી 'Book Slot' મેસેજ ટાઈપ કરી સેન્ડ કરો.
 • હવે તમારા મોબાઈલ પર 6 ડિજિટનો OTP આવશે.
 • OTP આવ્યાની 3 મિનિટની અંદર એને ટાઈપ કરી આ નંબર પર સેન્ડ કરો.
 • તમારો OTP વેરિફાય થયા બાદ તમારા મોબાઈલ નંબરથી રજિસ્ટર્ડ મેમ્બરનું 1થી 3 નંબરમાં લિસ્ટ જોવા મળશે.
 • મેમ્બરનો નંબર ટાઈપ કરો. ત્યાર બાદ ફરી તમને મેસેજ આવશે.
 • આ મેસેજમાં પિનકોડ સબમિટ કરવાનો ઓપ્શન જોવા મળશે.
 • ત્યાર બાદ તમે ફ્રી વેક્સિન લેવા માગો છે કે પેઈડ એનો ઓપ્શન મળશે.
 • આ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ તમારે 6 ડિજિટનો પિનકોડ સબમિટ કરવાનો રહેશે.
 • પિનકોડ સબમિટ કર્યા બાદ તમારા વિસ્તારમાં રહેલા વેક્સિનેશન સેન્ટરની તમને યાદી જોવા મળશે.
 • સેન્ટર સિલેક્ટ કરી તમે તમારો વેક્સિનેશનનો સ્લોટ બુક કરાવી શકો છો.
અન્ય સમાચારો પણ છે...