• Home
  • Utility
  • BOB Bank facilitates customers, now customers can avail up to Rs 5 lakh personal loan from bank

લોન / BOB બેંકે ગ્રાહકોને સુવિધા આપી, હવે બેંકમાંથી ગ્રાહક 5 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન લઈ શકશે

BOB Bank facilitates customers, now customers can avail up to Rs 5 lakh personal loan from bank
X
BOB Bank facilitates customers, now customers can avail up to Rs 5 lakh personal loan from bank

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 11:08 AM IST

દિલ્હી. બેંક ઓફ બરોડાએ કોરોના વાઇરસ રોગચાળાને કારણે દેશમાં સર્જાયેલી કટોકટીને ધ્યાનમાં રાખીને તેના હાલના છૂટક લોનધારકોને 5 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન આપવાનું નક્કી કર્યું છે. બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે, બરોડા પર્સનલ લોન કોવિડ-19નો ઉદ્દેશ હાલના ગ્રાહકોને પડતા રોકડની તંગીને દૂર કરવામાં મદદ કરવાનો છે. આ પર્સનલ લોનનો લાભ ઉઠાવવા ગ્રાહકો તેમની બ્રાંચનો સંપર્ક કરી શકશે. બેંક પણ આ લોન પર ત્રણ મહિનાની મુદત આપી રહી છે.

લોન મળવાની એલિજિબિલિટી

બેંકે કહ્યું કે, આ સુવિધા એવા ગ્રાહકો માટે છે કે જેમણે હોમ લોન, લોન અગેન્સ્ટ પ્રોપર્ટી અથવા ઓટો લોન લીધી હોય અને તેમનો ક્રેડિટ સ્કોર 650 કે તેથી વધુ હોય. આ લોન સુવિધા 5 વર્ષ માટે છે. તેનો વ્યાજ દર 10.25%થી શરૂ થાય છે. બેંક પણ આ લોન પર ત્રણ મહિનાની મુદત આપી રહી છે. લોન લેનારાઓ મોરેટોરિયમ પિરિઅડ વખતે વ્યાજ ચૂકવશે.

આ યોજના હેઠળ હોમ પ્રોપર્ટી લોન સામે હોમ લોન અને તેમની હાલની લોનનાં 10% સુધીની પર્સનલ લોન લઈ શકાય છે. ઓટો લોન લેનારાઓ તેમની અત્યારેની લોનનો 20% જેટલી રકમની લોન લઈ શકે છે. કોઈપણ ઓવરડ્યૂ રકમના કિસ્સામાં બેંક 2% વ્યાજ દંડ સ્વરૂપે લેશે.

પર્સનલ લોનનો વ્યાજ દર

બેંક ઓફ બરોડાની વેબસાઇટ અનુસાર, ગ્રાહકો આ પર્સનલ લોન તેમના કોઈ પર્સનલ હેતુ સિવાય અત્યારે કોરાના વાઇરસના સમયમાં પોતાની લિક્વિડિટી વધારવાના હેતુથી પણ લઈ શકે છે. બરોડા પર્સનલ લોન COVID-19ની ન્યૂનતમ મર્યાદા 25,000 રૂપિયા અને મહત્તમ મર્યાદા 5 લાખ રૂપિયા છે. આ લોનના વ્યાજ દર રેપો રેટ (BRLLR)સાથે લિંક્ડ છે. રિટેલ લોન માટે BRLLR 7.25% લાગુ થશે. બેંકની વેબસાઇટ અનુસાર, બરોડા પર્સનલ લોન કોવિડ -19 પર વ્યાજ દર વાર્ષિક BRLLR +SP+2.75% રહેશે. આ સ્કીમમાં કોઈ રિ-પેમેન્ટ ચાર્જ નથી. સ્કીમમાં ચૂકવણીનો મહત્તમ સમય 60 મહિના સુધીનો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી