તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ તેની તમામ શાળાઓને 9મા અને 11મા ધોરણની વાર્ષિક પરીક્ષાઓ યોજવા નિર્દેશ આપ્યો છે. આ સંદર્ભે બોર્ડે 1 એપ્રિલથી નવું અકેડેમિક સેશન શરૂ કરવાની સૂચના જાહેર કરી છે. તેમજ, બોર્ડે એમ પણ કહ્યું કે 9મા અને 11મા ધોરણની પરીક્ષા દરમિયાન કોરોનાથી સલામતીના તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જરૂરી રહેશે.
પ્રેક્ટિકલ અને થિયરી પરીક્ષાની તૈયારીમાં મદદ મળશે
બોર્ડે તેનાં જાહેરનામામાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓને ફેસ-ટૂ-ફેસ ક્લાસિસ માટે તૈયાર કરવા પડશે. જેના કારણે તેમને પ્રેક્ટિકલ અને થિયરી પરીક્ષાઓની તૈયારીમાં મદદ મળશે. આ ઉપરાંત, બોર્ડે ટીચર્સને વિદ્યાર્થીઓના ડાઉબ્ટ્સ દૂર કરવા અને ઓનલાઇન ક્લાસિસને કારણે અભ્યાસમાં આવેલા ગેપને દૂર કરવાની સલાહ આપવામાં આવી છે. બોર્ડે તમામ શાળાઓને આપેલી ગાઇડલાઇન્સ અનુસાર કાર્ય કરવા જણાવ્યું છે.
CBSEની પરીક્ષાનું નિયંત્રણ કરનારાએ શાળાઓને પત્ર લખ્યો
તમામ શાળાઓના આચાર્યોને લખેલા પત્રમાં CBSEના પરીક્ષક નિયંત્રક સંયમ ભારદ્વાજે કહ્યું કે, આ પરીક્ષાઓ દ્વારા કોવિડ-19ના કારણે વિદ્યાર્થીઓને કેટલું નુકસાન થયું છે તે જાણવું સરળ બનશે. તેને પહોંચી વળવા માટે નવા સેશનમાં અસરકારક પગલા લેવામાં આવી શકે છે. તેમજ, બ્રિજ કોર્સની પણ મદદ લેવામાં આવી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, ક્લાસિસના સંચાલન અને પરીક્ષાઓ લેતી વખતે કોરોના અટકાવવાનાં પગલાંનું કડક પાલન કરવું જોઈએ.
10મા-12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ 4 મેથી શરૂ થશે
આ વર્ષે CBSE બોર્ડની 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ 4 મેથી શરૂ થશે. દસમા ધોરણની પરીક્ષાઓ 7 જૂન સુધી ચાલશે, જ્યારે 12મા ધોરણની પરીક્ષાઓ 11 જૂન સુધી ચાલશે. તેમજ, પરીક્ષાનું રિઝલ્ટ 15 જુલાઈ 2021 સુધીમાં જાહેર કરવામાં આવશે. આ સિવાય, 1 માર્ચથી 11 જૂન 2021 સુધી પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવામાં આવશે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.