તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Board Extends Date For Uploading Marks For 12th Standard Practical internal Assessment, Now Schools Can Submit Marks Till June 28

CBSE:બોર્ડે 12મા ધોરણની પ્રેક્ટિકલ-ઇન્ટર્નલ અસેસમેન્ટના માર્ક્સ અપલોડ કરવાની તારીખ લંબાવી, હવે શાળાઓ 28 જૂન સુધી માર્ક્સ જમા કરાવી શકશે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 12મા ધોરણની પરીક્ષા માટે પ્રેક્ટિકલ/ઇન્ટર્નલ અસેસમેન્ટના માર્ક્સ અપલોડ કરવાની છેલ્લી તારીખ 28 જૂન સુધી વધારી દીધી છે. બોર્ડે સોશિયલ મીડિયા દ્વારા આ વિશે માહિતી આપી હતી. બોર્ડે કોરોનાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ 12મા ધોરણની બોર્ડની પરીક્ષા કેન્સલ કરી દીધી છે. હવે વિદ્યાર્થીઓનું પરિણામ ઓબ્જેક્ટિવ ક્રાઇટેરિયાના આધારે જાહેર કરવામાં આવશે.

CBSEએ 13 સભ્ય સમિતિની રચના કરી
CBSEએ 12મા ધોરણની રિઝલ્ટની ફોર્મ્યૂલા તૈયાર કરવા માટે 13 સભ્યોની સમિતિની રચના કરી છે. તે 10 દિવસમાં સમિતિ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કરશે. અગાઉ બોર્ડ સેક્રેટરી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, 12મા ધોરણના રિઝલ્ટ માટે બે અઠવાડિયાંની અંદર મૂલ્યાંકન માપદંડ નક્કી કરવામાં આવશે. નક્કી કરેલા ક્રાઇટેરિયાને આધારે જાહેર કરાયેલા પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને બોર્ડ તરફથી પરિસ્થિતિ સામાન્ય થતાં પરીક્ષામાં હાજર રહેવાની તક આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...