તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Board Announces Exam Dates For Private Students, Exams Will Be Held From 16th August To 15th September

CBSE બોર્ડ પરીક્ષા:બોર્ડે પ્રાઈવેટ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તારીખો જાહેર કરી, 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી પરીક્ષા લેવાશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે વિદ્યાર્થીઓએ પ્રાઈવેટ કેટેગરી હેઠળ એક્ઝામ ફોર્મ ભર્યા હતા, તેમણે ફિઝિકલ એક્ઝામિનેશનમાં સામેલ થવું પડશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)એ પ્રાઈવેટ સ્ટુડન્ટ માટે પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે. બોર્ડ તરફથી જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે ધોરણ 10 અને 12ના પ્રાઈવેટ કેન્ડિડેટ્સ માટે પરીક્ષાનું આયોજન 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર 2021 સુધી કરવામાં આવશે. જેમણે પ્રાઈવેટ કેટેગરી હેઠળ એક્ઝામ ફોર્મ ભર્યા હતા, તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા અનિવાર્ય કરેલી નીતિ પ્રમાણે ફિઝિકલ એક્ઝામિનેશનમાં સામેલ થવું પડશે.

CBSEએ સર્ક્યુલર જાહેર કર્યું
CBSEએ જાહેર કરેલા અપડેટ પ્રમાણે, બોર્ડે UGCની સાથે પણ કોર્ડિનેટ કર્યું જેથી UG એડમિશનની પ્રોસેસ પ્રાઈવેટ કેન્ડિડેટ્સની પરીક્ષા સાથે સિક્રોનાઈઝ થાય. આમ કરવાથી વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન લેવામાં પણ કોઈ તકલીફ નહીં થાય.

સુપ્રીમ કોર્ટ પાસેથી અનુમતિ મળી હતી
સુપ્રીમ કોર્ટે CBSE બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પ્રાઈવેટ વિદ્યાર્થીઓ માટે રેગ્યુલર, ક્લાસરૂમ આધારિત પરીક્ષા લેવા મામલે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન CBSEએ બેંચની સામે નોટ રજૂ કરી હતી કે, પ્રાઈવેટ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે નક્કી કરેલી મૂલ્યાંકન નીતિને આધારે જાહેર ના કરી શકાય.

આ મામલે કોર્ટે સુનાવણી કરતા, મહામારીની સ્થિતિમાં સુધારા પછી બોર્ડે કોરોના ગાઈડલાઈન્સ સાથે આ વિદ્યાર્થીઓ માટે ફિઝિકલ એક્ઝામ લેવાની પરવાનગી આપી હતી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 12ના માર્ક્સ મૉડરેશનમાં વ્યસ્ત ટીચર અને સ્કૂલોને રાહત આપી છે. હવે પોર્ટલ પર રિઝલ્ટ સાથે જોડાયેલો ડેટા સબમિટ કરવાની તારીખ લંબાવી છે. પહેલાં મૉડરેશનની છેલ્લી તારીખ 22 જુલાઈ હતી, હવે તે તારીખ લંબાવીને 25 જુલાઈ કરી છે.

ભૂલ ના થાય તે માટે તારીખ લંબાવી
CBSEએ જાહેર કરેલા સર્ક્યુલરમાં કહ્યું કે, સ્કૂલ માર્ક્સનો ડેટા સબમિટ કરવામાં વ્યસ્ત છે. લાસ્ટ ડેટ 22 જુલાઈ હોવાને લીધે ટીચર્સ સ્ટ્રેસમાં છે અને તેમનાથી ભૂલો પણ થઈ રહી છે. તેઓ ભૂલ સુધારવા માટે CBSEને અપીલ પણ કરી રહ્યા છે. આથી જ પોર્ટલ પર ડેટા સબમિટ કરવાની છેલ્લી તારીખ 25 જુલાઈ, 2021 કરી છે.

અન્ય સમાચારો પણ છે...