તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Blood Pressure Can Be High For Normal Heart Even If It Is Normal; Know What Is The Reason, How To Identify And How To Prevent

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લડપ્રેશરની અવગણના ન કરો:નોર્મલ જણાતા લોકો પણ હાઈ બ્લડપ્રેશરથી પીડિત હોઈ શકે છે, આ સાઇલન્ટ હાઈ BP હૃદય માટે ખતરનાક છે; જાણે તેનાં કારણો શું છે?

6 મહિનો પહેલા
  • જામા કાર્ડિયોલોજીમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ અનુસાર, ઘણી વખત બ્લડપ્રેશર વધારે થવાના લક્ષણોમાં બ્લડ પ્રેશર નોર્મલ આવે છે

શું તમને લાગે છે કે તમારું બ્લડ પ્રેશર નોર્મલ છે? તમે ફરી વિચાર કરો. એક આઈડિયલ બ્લડપ્રેશર સિસ્ટોલિક પ્રેશરનું 120mm હોય છે અર્થાત જ્યારે આપણું હૃદય ધબકે છે તો તેનાથી બ્લડ આપણા શરીરમાં અન્ય ભાગમાં ફેલાય છે.

તેનાથી શરીરમાં એક તાપમાન ઉત્પન્ન થાય છે. આ તાપમાને આપણું બ્લડપ્રેશર 120mm હોવું જોઈએ. આપણે જે બ્લડ પ્રેશરને મપાવડાવીએ છીએ તેના સિવાય પણ એક બ્લડપ્રેશર હોય છે તેને સિસ્ટોલિક પ્રેશર કહેવાય છે.

હાઈ બ્લડપ્રેશરના લક્ષણો છે, પરંતુ બ્લડપ્રેશર નોર્મલ છે તો શું કરશો?

  • જામા કાર્ડિયોલોજી નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ પ્રમાણે, જ્યારે સિસ્ટોલિક બ્લડપ્રેશર સામાન્ય કરતાં 90mm વધી જાય છે અર્થાત જ્યારે 120mmથી 210mm સુધી પહોંચી જાય છે ત્યારે કોરોનરી આર્ટરીઝ ડેમેજ થવાનું જોખમ વધી જાય છે. કોરનરી આર્ટરીઝ હૃદયનો એ ભાગ છે, જે ઓક્સીજન યુક્ત બ્લડને હાર્ટ મસલ્સમાં ટ્રાન્સપોર્ટ કરે છે.
  • તેથી જ્યારે પણ સામાન્ય કરતાં વધારે બ્લડપ્રેશર થવાના લક્ષણો જોવા મળે અને રીડિંગમાં બ્લડપ્રેશર નોર્મલ જણાઈ આવે તો આપણે સિસ્ટોલિક પ્રેશરની તપાસ કરાવવી જોઈએ. રિસર્ચમાં સામે આવેલા પરિણામો જણાવે છે કે સિસ્ટોલિક પ્રેશર પ્રત્યે ગંભીર થવાની જરૂર છે.
  • જામામાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, બ્લડપ્રેશરનું લેવલ જેને સામાન્ય રીતે આપણે નોર્મલ ગણીએ છીએ તે હાઈ પણ હોઈ શકે છે. તે હૃદય સંબંધિત અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે. એક્સપર્ટનું માનવું છે કે, બિન ઓદ્યોગિક જગ્યાઓ પર જ્યાં પ્રદૂષણ ઓછું હોય છે ત્યાંના લોકોનું સિસ્ટોલિક બ્લડપ્રેશર 90 હોય છે મેક્સિમમ તે 120 હોઈ શકે છે.

ઉંમર વધવાની સાથે હૃદય સંબંધિત રિસ્ક ફેક્ટર વધી જાય છે

  • આ સ્ટડી કાર્ડિયોલોજિસ્ટ એક્સપર્ટ ડૉ. સીએમસ અને પ્રોફેસર પી. વ્હેલટનના દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. તેમાં આશરે 1500 મિડલ એજ મહિલા અને પુરુષોને સામેલ કર્યા હતા. સ્ટડીમાં ખબર પડી કે તેમને હાર્ટ સાથે જોડાયેલી કોઈ તકલીફ નથી.
  • જેમ લોકોની ઉંમર વધે છે તેમ તેમનામાં હાર્ટ સાથે જોડાયેલા રિસ્ક ફેક્ટર પણ વધવા લાગે છે. આથી એક્સપર્ટનું માનવું છે કે, ઉંમર વધવાની સાથે દરેક પ્રકારની દવાઓ ખાવાથી થતા સાઈડ ઈફેક્ટને લીધે ક્યારેક આપણું બ્લડપ્રેશર વધી જાય છે.
  • વધતી ઉંમરમાં મેડિટેશન, કસરત અને ડાયટ પર ફોકસ કરવો જોઈએ. એક્સપર્ટનું માનવું છે કે, ઉંમરની સાથે વજન તો ના જ વધવું જોઈએ. સ્થૂળતાથી ડાયાબિટીસ અને હાઈપર ટેન્શનની શક્યતા વધી જાય છે જે હાઈ સિસ્ટોલિક બ્લડપ્રેશર જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

માત્ર બ્લડપ્રેશર પર ફોકસ કરવાનું નથી

  • હાર્ટ એક્સપર્ટ ડૉ. પી. વ્હેલટનના જણાવ્યા પ્રમાણે, માત્ર બ્લડપ્રેશર પર ફોકસ કરવું ખોટું છે. તેમણે કહ્યું કે,જેમનું બ્લડપ્રેશર વધારે હોય છે તેમને અન્ય પણ ઘણી સમસ્યાઓ હોય છે. આપણે બ્લડપ્રેશરની સાથે અન્ય તકલીફોને પણ કન્ટ્રોલ કરવામાં ફોકસ કરવી જોઈએ.
  • તેમણે ઉદાહરણ આપીને કહ્યું કે, હાઈ બ્લડપ્રેશરવાળામાં કોલેસ્ટેરોલ અને ગ્લુકોઝ લેવલ પણ હાઈ હોઈ શકે છે જે હાર્ટની તકલીફોનું કારણ બની શકે છે. ડૉ. પી. વ્હેલટને કહ્યું કે, સૌથી સારી વાત એ જ છે કે, બ્લડપ્રેશર ઉપરાંત અન્ય રિસ્ક ફેક્ટર પર પણ ધ્યાન આપીએ.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો