તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં હજી કોરોના ગયો પણ નથી અને બર્ડ ફ્લુ નામની એક બીજી મોટી બીમારી આવી ગઈ છે. બર્ડ ફ્લૂ વાઈરસ કોરોનાથી 50 ગણો વધારે જોખમી છે. દેશભરમાં પાંચ લાખથી વધારે પક્ષીઓના મોત થઈ ગયા છે. તેમાં હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા અને કેરળ સૌથી વધારે પ્રભાવિત છે. આવી સ્થિતિમાં લોકો ચિંતિત છે કે તેઓ કોરોનાની સાથે બર્ડ ફ્લૂથી કેવી રીતે બચે? આખરે બર્ડ ફ્લૂ શું છે? તેના લક્ષણો અને સારવાર શું છે? આ પ્રકારના તમામ સવાલ લોકોના મનમાં આવી રહ્યા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અનુસાર, બર્ડ ફ્લુ જોખમી બીમારી છે, તે ઈન્ફલ્યુએન્ઝા ટાઇપ-A H5N1 વાઈરસના કારણે ફેલાય છે. તેને એવિયન ઈન્ફલ્યુએન્ઝા પણ કહેવામાં આવે છે. બર્ડ ફ્લૂ પક્ષીઓથી મનુષ્ય અથવા બીજા પ્રાણીઓમાં ફેલાઈ શકે છે. સૌથી વધારે પોલ્ટ્રી ફાર્મમાં ઉછેરવામાં આવતી મરઘીઓથી ફેલાય છે. કોરોનાની જેમ તેના પણ ઘણા અલગ અલગ સ્ટ્રેન હોય છે. જો કે, મનુષ્યથી મનુષ્યમાં આ વાઈરસના ટ્રાન્સમિશનનું જોખમ ઘણું ઓછું છે.
H5N1થી સંક્રમિત પક્ષી લગભગ 10 દિવસ સુધી મળ અથવા લાળ દ્વારા વાઈરસ રિલીઝ કરે છે. H5N1 બર્ડ ફ્લૂ વાઈરસ કોઈપણ રીતે મનુષ્યને સંક્રમિત કરી શકે છે.
બર્ડ ફ્લૂથી કેવી રીતે બચી શકાય છે?
AIIMS, નવી દિલ્હીના ડીએમ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર સંજય કુમાર ચુધના જણાવ્યા પ્રમાણે, તેનો અસરકારક ઉપાય છે કે તમે પક્ષીઓના સીધા સંપર્કમાં ન આવો. તેમની બીટને સ્પર્શ ન કરો. જ્યાં પક્ષીઓ રહે છે, ત્યાં ન જવું. જે લોકો ઈંડા અથવા મરઘી-મરઘા ખાય છે, તેઓ તેને ખરીદવા જાય તો સાફ-સફાઈનું ધ્યાન રાખે. ખરીદારી સમયે અને મીટ કાપતી વખતે ગ્લવ્જ પહેરવા. તેના તરત બાદ હાથ સેનિટાઈઝ કરવા અથવા સાબુથી હાથ ધોવા. નોનવેજ સારી રીતે રાંધીને ખાવું, તેનાથી રિસ્ક ઘટી જાય છે.
બર્ડ ફ્લૂથી મનુષ્ય કેવી રીતે સંક્રમિત થઈ શકે છે?
બર્ડ ફ્લૂના લક્ષણો શું છે?
ડો. સંજય કહે છે કે, બર્ડ ફ્લૂના તમામ લક્ષણો વાઇરલ જેવાં જ છે. શરદી, ખાંસી, તાવ, શરીરમાં દુખાવો અને સ્નાયુઓમાં પણ દુખાવો થાય છે. આ સિવાય શ્વાસની તકલીફ, નાકમાંથી લોહી નીકળવું, આંખની લાલાશ, ડાયરિયા, પેટમાં દુખાવો પણ થઈ શકે છે. ફેફસાં ડેમેજ થઈ જવાને કારણે શ્વાસ ચઢવા લાગે છે.
એવા લોકો જે પક્ષીઓના સંપર્કમાં આવે છે, તેમણે કોરોના જેવી જ બચવાની તમામ પદ્ધતિઓ અપનાવી જોઈએ. તેના લક્ષણો દેખાય કે તરત જ હોસ્પિટલમાં જાઓ અથવા આઇસોલેટ થઈ જાઓ. વધુ માંદા દર્દીઓને ઇન્ટેન્સિવ કેરની પણ જરૂર પડે છે.
બર્ડ ફ્લૂ કેટલો જોખમી છે?
ડોક્ટર સંજય કહે છે કે, આ એક ખૂબ જ જોખમી રોગ છે. આમાં, ચેપગ્રસ્તનો મૃત્યુ દર 60 ટકા સુધી છે. એટલે કે, દર 10 લોકોમાંથી 5-6 લોકો મૃત્યુ પામે છે. જો કે, તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સમિટ નથી થતો. પરંતુ વાઇરસ મ્યુટેટ થાય છે. આવું કોરોનાના કિસ્સામાં પણ બન્યું છે. આને લીધે વાઇરસ વધુ ચેપી થવાનું જોખમ રહે છે.
બર્ડ ફ્લૂના 11 વાઇરસ છે, જેમાંથી 5 માનવો માટે જીવલેણ છે
શું ઇંડા અને ચિકન ખાવાથી બર્ડ ફ્લૂનું જોખમ છે?
શું માણસોમાં પણ બર્ડ ફ્લૂનું જોખમ છે?
બર્ડ ફ્લૂની સારવાર શું છે?
ડૉ. સંજય કહે છે કે સ્વાઈન ફ્લૂ (H1N1)માં ઓસેલ ટીમીવિર (ટોમીફ્લૂ) નામની દવાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દવા બર્ડ ફ્લૂની સારવારમાં પણ ઉપયોગ કરવામાં આવી રહી છે, પરંતુ આ દવાથી તમે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જશો તેની કોઈ ગેરેન્ટી નથી. બીજી એક દવા પણ છે તેનું નામ જાનામિ-વીર (રેલેન્જા) છે. આ દવા બીમારીનાં જોખમને કેટલીક હદે ઓછું કરે છે.
બર્ડ ફ્લૂ કેટલો જોખમકારક છે?
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.