• Home
  • Utility
  • Big Bazaar Launches Doorstep Delivery for Customers Following Lockdown, Calling Home Groceries at Home

સુવિધા / લોકડાઉનને પગલે ગ્રાહકો માટે બિગ બજારે ડોરસ્ટેપ ડિલિવરી સુવિધા શરૂ કરી, કોલ કરીને ઘરે જ મગાવો ગ્રોસરીનો સામાન

X

  • બિગ બજારને ફોન કરીને તમારો ઓર્ડર લખાવવાનો રહેશે
  • ડોરસ્ટેપ ડિલિવરીથી જોડાયેલા ફોન નંબર અને જગ્યાઓના નામ જારી કર્યા 
  • બિગ બજારેરાજકોટ, ભાવનગર સહિત ઘણા શહેરોમાં ડોરસ્ટેપ ડિલિવરીનું લિસ્ટ જાહેર કર્યું

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 05:22 PM IST

યુટિલિટી ડેસ્ક. દેશમાં ચાલી રહેલા લોકડાઉન અને કોરોના વાઈરસના વધતા સંક્રમણના કારણે  લોકોએ ઘરની બહાર જવાનું બંધ કરી દીધું છે. જો તમે પણ બજારમાં ન જવાને કારણે ઘરે કરિયાણાની  અછત હોય તો બિગ બજાર તમારા માટે સુવિધા શરૂ કરી છે. તમે તમારા ઘરની નજીકમાં આવેલ બિગ બજારને ફોન કરીને તમારો ઓર્ડર લખાવી શકો છો, તેના થોડા કલાકોમાં બિગ બજાર તમારા ઘરે જરૂરી વસ્તુ ડિલિવરી કરશે. મંગળવાર સાંજે પ્રધાનમંત્રીએ દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં જરૂરી સેવા ચાલુ રાખવા માટે મંજૂરી આપી છે જેમાં કરિયાણાની, ફળ, શાકભાજીના સ્ટોર અને દવાઓની દુકાનને ખુલ્લી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 


બિગ બાજારે ડોરસ્ટેપ ડિલિવરી આપવાની જાહેરાત કરી
બિગ બાજારે પણ આવા મુશ્કેલીના સમયમાં તેના ગ્રાહકોને જરૂરી વસ્તુઓ માટે હેરાન ન થવું પડે તે માટે ડોરસ્ટેપ ડિલિવરી આપવાની જાહેરાત કરી છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં બિગ બજારે ડોરસ્ટેપ ડિલિવરીની જાહેરાત કરી છે.

બિગ બજારે તેને લઈને ટ્વિટ પર ઘણા રાજ્યોમાં ડોરસ્ટેપ ડિલિવરીથી જોડાયેલા ફોન નંબર અને જગ્યાઓના નામ જારી કર્યા છે જ્યાંથી ગ્રાહક ઓર્ડર કરીને ઘરે જ ગ્રોસરીનો સામાન મગાવી શકે છે એટલે કે ડોરસ્ટેપ ડિલિવરીનો લાભ ઉઠાવી શકે છે. તેના માટે ગ્રાહકો કોલ કરી શકે છે અથવા વ્હોટ્સએપ પણ કરી શકે છે. બિગ બજારે બેંગ્લુરુ, દિલ્હ-એનસીઆર, પટના, રાંચી, ભુવનેશ્વર,ગુવાહાટી જેવી જગ્યાઓ માટે ડોરસ્ટેપ ડિલિવરી સુવિધાની જાહેરાત કરી છે અને આ જગ્યાના નંબર પણ જારી કર્યા છે.


તે ઉપરાંત બિગ બજારાએ મહારાષ્ટ્ર, મુંબઈ, ગુજરાત અને રાજસ્થાન માટે ટ્વિટ કરી છે અને તેમાં જાણકારી આપી છે કે, કયા નંબર પર કોલ કરીને ગ્રાહકો પોતાનો ઓર્ડર માંગાવી શકે છે. મુંબઈની અલગ અલગ જગ્યાઓ માટે બિગ બજારાએ જગ્યાઓનું લિસ્ટ અને ફોન નંબર જારી કર્યા છે. ગુજરાત માટે બિગ બજારાએ વાપી, રાજકોટ, ભાવનગર સહિત ઘણા શહેરોમાં ડોરસ્ટેપ ડિલિવરીનું લિસ્ટ જાહેર કર્યું છે. 

બિગ બજારાએ એક અન્ય ટ્વિટ પણ કરી છે, જેમાં લખ્યું છે કે, લોકડાઉનના કારણે મોટી સંખ્યામાં તેને ડોરસ્ટેપ ડિલિવરીની રિક્વેસ્ટ મળી રહી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી