તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • BHEL Sarkari Naukri | BHEL Apprentice Recruitment 2021: 389 Vacancies For Apprentice Posts, Bharat Heavy Electricals Limited Notification For Details Like Eligibility, How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:BHELએ એપ્રેન્ટિસના 389 પદો પર ભરતીની જાહેરાત કરી, 14 એપ્રિલ સુધી અરજી કરી શકાશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરવા માટે ઉમેદવારોએ નેશનલ એપ્રેન્ટિસશિપ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે
  • 16 એપ્રિલે મેરિટને આધારે સિલેક્ટ થયેલાં ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે

BHEL (ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ)એ એપ્રેન્ટિસે 389 પદો પર ભરતીની જાહેરાત કરી છે. ઈચ્છુક ઉમેદવાર BHELની ઓફિશિયલ વેબસાઈટ પર અરજી કરી શકે છે. આ ભરતી માટે એપ્લિકેશન વિન્ડો 14 એપ્રિલ સુધી જ ઓપન રહેશે. ત્યારબાદ 16 એપ્રિલે મેરિટને આધારે સિલેક્ટ થયેલાં ઉમેદવારોનું લિસ્ટ જાહેર થશે.

પદોની સંખ્યા

પદસંખ્યા
ટ્રેડ એપ્રેન્ટિસ253
ટેક્નિશિયન એપ્રેન્ટિસ70
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ66

યોગ્યતા
ટ્રેડ એપ્રેન્ટિસના પદો પર અરજી કરનારા ઉમેદવારો પાસે ITI સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ટેક્નિશિયન એપ્રેન્ટિસના પદો પર અરજી કરનારા ઉમેદવારો પાસે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે. આ સિવાય ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસના પદો પર અરજી કરનારા ઉમેદવારો પાસે B.E./B.Techની ડિગ્રી હોવી જોઈએ.

વય મર્યાદા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની મિનિમમ ઉંમર 18 વર્ષ અને મેક્સિમમ ઉંમર 27 વર્ષની હોવી જોઈએ. જોકે રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને નિયમાનુસાર વય મર્યાદામાં કેટલીક છૂટ મળશે.

મહત્ત્વની તારીખ

અરજી શરૂ થવાની તારીખ1 એપ્રિલ
અરજી કરવાની છેલ્લી તારીખ14 એપ્રિલ
મેરિટ લિસ્ટ જાહેર થવાની તારીખ16 એપ્રિલ
ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ21 એપ્રિલ

આ રીતે અરજી કરો
આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોએ નેશનલ એપ્રેન્ટિસશિપ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ BHELની ઓફિશિયલ વેબસાઈટ trichy.bhel.comનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો