તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • BHC Senior System Officer And System Officer Recruitment 2021:40 Vacancies For Various Posts, Bombay High Court Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:બોમ્બે હાઈકોર્ટ સિસ્ટમ ઓફિસર સહિત અન્ય જગ્યા પર ભરતી કરશે, B.E./B.Tech ડિગ્રી હોલ્ડર 27 મે સુધી સપ્લાય કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહીને 40 હજારથી 46 હજાર રૂપિયાનો પગાર મળશે
  • ઉમેદવારની ઉંમર 40 વર્ષ નક્કી કરી છે

બોમ્બે હાઈકોર્ટ (BHC)એ મહારાષ્ટ્ર રાજ્યમાં જીલ્લા અને તાલુકા ન્યાયાલયોમાં સીનિયર સિસ્ટમ ઓફિસર અને સિસ્ટમ ઓફિસરની જગ્યા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 13 મેથી શરુ થઇ ગઈ છે, તે 27 મે સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે bhc.gov.in/bhcsysadm પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે કોઈ પણ માન્ય યુનિવર્સીટીની કમ્પ્યુટર સાયન્સ/એન્જિનિયરિંગ કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કે ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં B.E./B.Techની ડિગ્રી કે કોઈ સમકક્ષ યોગ્યતા હોવી જોઈએ.

જગ્યાની સંખ્યા- 40

જગ્યાસંખ્યા
સીનિયર સિસ્ટમ ઓફિસર17
સિસ્ટમ ઓફિસર23

ઉંમર
ઉમેદવારની ઉંમર 40 વર્ષ નક્કી કરેલી છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

મહત્ત્વની તારીખો
ઓનલાઈન અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 13 મે
ઓનલાઈન અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 27 મે

સેલરી
સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહીને 40 હજારથી 46 હજાર રૂપિયાનો પગાર મળશે.

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન શૈક્ષણિક યોગ્યતા, અનુભવ કે ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક કેન્ડિડેટ્સ બોમ્બે હાઈકોર્ટની ઓફિશિયલ વેબસાઈટ bhc.mahaonline.gov.in 27 મે સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે.