તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Bharatcaller App Will Protect The Privacy Of Indians, Will Compete With Truecaller; Indian Army Has Banned Trucker In 2017

દેશમાં ‘ભારતકોલર’ એપની એન્ટ્રી:આ એપથી તમારી પ્રાઈવસી સેફ રહેશે, આની પહેલાં હાજર ટ્રુકોલર એપ પર વર્ષ 2017માં ભારતીય સેનાએ પ્રતિબંધ મૂક્યો હતો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતકોલર એપ ભારતીય ભાષાઓ જેમ કે અંગ્રેજી, હિન્દી, તમિળ, ગુજરાતી અને મરાઠીને સપોર્ટ કરે છે
  • આ એપ એન્ડ્રોઈડ અને iOS એમ બંને યુઝર્સ માટે છે

ભારતમાં ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યા પછી દેશમાં ઘણી બધી દેશી એપ્સ આવી ગઈ છે, આ એપ્સ વિદેશીને પણ ટક્કર મારી રહી છે, પછી તે ટ્વિટરનું દેશી વર્ઝન કૂ હોય કે પછી પબજીની ફૌજી એપ. આ લાઈનમાં ટ્રુકોલરને ટક્કર મારવા માટે ભારતમાં કોલર ID એપ ‘ભારતકોલર’ની એન્ટ્રી થઈ ગઈ છે.

આ એપ ડેવલોપર્સનું કહેવું છે કે, ‘અમારી એપ ટ્રુકોલરથી અમુક ફીચર્સમાં આગળ છે અને આ એપ ભારતીયોને ટ્રુકોલરથી પણ સારો એક્સપીરિયન્સ આપશે.’ પ્રાઈવસીને લીધે વર્ષ 2017માં ભારતીય સેના ટ્રુકોલર પર પ્રતિબંધ મૂકી ચૂકી છે.

ભારતકોલર એપથી યુઝર્સથી પ્રાઈવસીને કોઈ જોખમ નથી
ભારતકોલર એપ પોતાના યુઝર્સના કોન્ટેક્ટ અને કોલ લોગ્સ પોતાના સર્વર પર સેવ કરતી નથી. તેનાથી યુઝર્સની પ્રાઈવસીને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. સાથે જ કંપનીની પાસે યુઝર્સના ફોનનાં નંબરનો ડેટાબેઝ હોતો નથી અને કોઈ ડેટા પણ એક્સેસ નહીં થાય.

સર્વર સેન્ટર મુંબઈમાં છે
આ એપનો બધો ડેટા ઇન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં સ્ટોર કરવામાં આવે છે અને તેનું મુંબઈ બેઝ્ડ સર્વર પણ છે, તે હેકિંગ થતા રોકે છે. આથી ભારતકોલર એપ સંપૂર્ણ સેફ છે. ભારતકોલર ભારતીય ભાષાઓ જેમ કે અંગ્રેજી, હિન્દી, તમિળ, ગુજરાતી અને મરાઠીને સપોર્ટ કરે છે. યુઝર્સ તેનો મનપસંદ ભાષા પસંદ કરીને એપનો ઉપયોગ સરળતાથી કરી શકે છે.

આ એપ એન્ડ્રોઈડ અને iOS એમ બંને યુઝર્સ માટે છે. આ એક ફ્રી એપ છે. અત્યાર સુધી 6000 વખત એપ ડાઉનલોડ થઈ ગઈ છે.

કોલર IDથી અજાણ્યા કોલ્સની ખબર પડશે
કોલર ID એપની મદદથી તમને કોલ કરનારાનું નામ, તે કોણ છે?, તેનું ઈ-મેલ ID અને ફેસબુક ID પણ ખબર પડી જશે.

જો કોઈ ફોન નંબર તમારામાં સેવ નથી તો ફોન રિસીવ કરો તે પહેલાં ખબર પડી જશે કે ફોન કઈ બેંક કંપનીનો છે, ક્રેડિટ કાર્ડ માટે છે કે કોઈ બીજી વ્યક્તિનો. આ એપની મદદથી ફ્રોડ કોલ પણ બ્લોક કરી શકાય છે. સાથે જ રિયલ એસ્ટેટ કંપની અને ઇન્શ્યોરન્સ કંપની સહિત શેર માર્કેટના નકામા કોલ્સ પણ બ્લોક કરી શકો છો.

ભારતકોલર એપ કોણે બનાવી?
ભારતકોલર એપ એક ભારતીય કંપની કિકહેડ સોફ્ટવેર્સ પ્રાઈવેટ લિમિટેડે બનાવી છે. આ કંપનીના ફાઉન્ડર IIM બેંગ્લોરમાં ભણેલા પ્રજ્જવલ સિંહા છે અને કો-ફાઉન્ડર કુણાલ પસરીચા છે. તેમની ઓફિસ નોઈડા, ઉત્તર પ્રદેશમાં છે.

ભારતીય સેનાએ ટ્રુકોલર પર પ્રતિબંધ મૂક્યો હતો
ભારતકોલર એપ બનાવવા પાછળનો હેતુ ભારતની પોતાની કોલર ID એપ રજૂ કરવાનો છે, કારણકે પ્રાઈવસીને લીધે વર્ષ 2017માં ભારતીય સેનાએ ટ્રુકોલર પર પ્રતિબંધ મૂક્યો. આ એપમાં સ્પાઈવેરને લીધે બંધ કરવી પડી હતી. ઇન્ડિયન આર્મીએ તેના જવાનોને કહ્યું હતું કે, દરેક જણા ફોનમાંથી ટ્રુકોલર એપ તાત્કાલિક ધોરણે ડિલીટ કરી દે.

અન્ય સમાચારો પણ છે...