• Gujarati News
  • Utility
  • Bharat Petroleum Ltd Announces Recruitment For 168 Apprentice Posts, Application Process To Continue Till July 20

સરકારી નોકરી:ભારત પેટ્રોલિયમ લિમિટેડે એપ્રેન્ટિસની 168 જગ્યા પર ભરતી જાહેર કરી, 20 જુલાઈ સુધી એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા ઉમેદવારની ઉંમર 18થી 27 વર્ષ સુધીની હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ એપ્રેન્ટિસની 168 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ અને ડીપ્લોમા હોલ્ડર કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકે છે. અપ્લાય પ્રોસેસ શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 20 જુલાઈ સુધી અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા- 168

જગ્યાસંખ્યા
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ120
ડીપ્લોમા એપ્રેન્ટિસ48

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ 60% માર્ક્સ સાથે એન્જિનિયરિંગમાં પાસ થયેલા હોવા જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સાથે જોડાયેલી જાણકારી જોવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
અરજી કરનારા ઉમેદવારની ઉંમર 18થી 27 વર્ષ સુધીની હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 5 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 20 જુલાઈ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 20 જુલાઈ સુધીમાં એપ્લિકેશન ફોર્મ ભરીને સબમિટ કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

અન્ય સમાચારો પણ છે...