• Gujarati News
  • Utility
  • Bharat Petroleum Corporation Limited Has Recruited 87 Posts, Candidates With First Class Engineering Degree Can Apply Till 24 September 2021.

સરકારી નોકરી:ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે 87 જગ્યા પર ભરતી જાહેર કરી, એન્જિનિયરિંગ કેન્ડિડેટ્સ 24 સપ્ટેમ્બર સુધીમાં અપ્લાય કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, મુંબઈએ ગ્રેજ્યુએટ અને ટેક્નિશિયન એપ્રેન્ટિસ ભરતીની નોટિફિકેશન જાહેર કરી છે. ઇચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ mhrdnats.gov.in પર જઈને ઓનલાઇન મોડમાં અરજી કરી શકે છે. ઓનલાઇન અપ્લાય કરવાની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર,2021 છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 87 ભરતી કરવામાં આવશે. ઉમેદવારનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે. એ પછી એક વર્ષની ટ્રેનિંગ આપવામાં આવશે.

જગ્યાની સંખ્યા: 87

વેકેન્સી ડિટેલ્સ

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ કેમિકલ: 11

સિવિલ: 8

ઇલેક્ટ્રિકલ: 5

ટેક્નોલોજી કમ્પ્યુટર સાયન્સ: 3

ઇન્સ્ટ્રુમેન્ટેશન: 2

મેકેનિકલ: 13

ટેક્નિશિયન એપ્રેન્ટિસ

કેમિકલ: 5

સિવિલ: 7

ઇલેક્ટ્રિકલ: 8

ઇન્સ્ટ્રુમેન્ટેશન: 8

મેકેનિકલ: 17

લાયકાત

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ: કોઈ પણ માન્ય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ/સંસ્થાનમાંથી 6.3 CGPA સાથે સંબંધિત વિષયમાં ફર્સ્ટ ક્લાસ એન્જિનિયરિંગ ડિગ્રી.

ટેક્નિશિયન એપ્રેન્ટિસ: સ્ટેટ બોર્ડ ઓફ ટેક્નિકલ એજ્યુકેશનમાં 60% માર્ક્સ સાથે ફર્સ્ટ ક્લાસ એન્જિનિયરિંગ ડિપ્લોમા

ઉંમર

ઉમેદવારની ઉંમર 18થી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જો કે, સરકારી નિયમો પ્રમાણે આરક્ષિત શ્રેણીના ઉમેદવારને છૂટ આપવામાં આવશે.

સેલરી
એક વર્ષની ટ્રેનિંગ દરમિયાન ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે સિલેક્ટેડ ઉમેદવારને દર મહિને 25 હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ અને ટેક્નિકલ એપ્રેન્ટિસને 18 હજાર રૂપિયા પ્રતિ મહિના સ્ટાઈપેન્ડ મળશે.

BPCL ભરતી 2021 નોટિફિકેશન