સરકારનો નિર્ણય:આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને ફ્રીમાં PVC કાર્ડ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે શુક્રવારે કાર્ડ પર લાગુ 30 રૂપિયાનો ચાર્જ માફ કરી દીધો છે

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત લાભાર્થીઓને હવે પોતાની પાત્રતા ફ્રીમાં ખરીદી શકે છે. સરકારે શુક્રવારે કાર્ડ પર લાગુ 30 રૂપિયાનો ચાર્જ માફ કરી દીધો છે. આ ચાર્જ લાભાર્થીઓને કોમન સર્વિસ સેન્ટર પર ચૂકવવો પડતો હતો. જો કે, જો કાર્ડ ખોવાઈ જાય ત્યારે ડુપ્લિકેટ કાર્ડ જારી કરવા અથવા રિપ્રિન્ટ કરવા માટે કર બાદ કરતા 15 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)એ મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અંતર્ગત આવતા કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs)સાથે એક કરાર કર્યો છે. જેના કારણે લોકો હવે આયુષ્માન ભારત એન્ટાઇટલમેન્ટ કાર્ડ ફ્રીમાં મળશે. આ કરાર અંતર્ગત હવે લાભાર્થીઓને PVC આયુષ્માન કાર્ડ મળશે અને તેની ડિલિવરી પણ સરળ થઈ જશે.

PVC પર પ્રિન્ટ થવાથી આ કાર્ડ જાળવવું સરળ બનશે
સરકારના જણાવ્યા પ્રમાણે, આયુષ્માન કાર્ડ PMJAY કોઈપણ હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે, જો કે તેને ફ્રીમાં જારી કરવામાં આવે છે અને તેને આગળ પણ ફ્રીમાં જારી કરવામાં આવશે. NHAના CEO રામસેવક શર્માના જણાવ્યા પ્રમાણે, આ કાર્ડ કાગળવાળા કાર્ડની જગ્યા લેશે. PVC પર પ્રિન્ટ થવાથી આ કાર્ડને જાળવવું રાખવી સરળ થશે અને ATMની જે લાભાર્થી તેને સરળતાથી પોતાના પર્સ કે ખિસ્સામાં ક્યાંય પણ રાખી શકાશે.

યોજનાનો લાભ લેવા માટે કાર્ડ જરૂરી નથી
આ કાર્ડ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા માટે ફરજિયાત નથી, પરંતુ તે દર્દીઓને સ્વાસ્થ્ય સેવાઓ મુશ્કેલી વગર મળતી રહે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા અને છેતરપિંડીને રોકવા માટે લાભાર્થીઓની ઓળખ અને ચકાસણી માટે તંત્રનો ભાગ છે.

દેશમાં ક્યાંય પણ સારવાર થશે
રામસેવક શર્માના જણાવ્યા પ્રમાણે, લોકોને આ કાર્ડ ફ્રીમાં મળવાથી ગરીબોને ફાયદો થશે. આ કાર્ડ સમગ્ર દેશમાં ક્યાંય પણ કોઈપણ હોસ્પિટલમાં જઈને તમે ફ્રીમાં સારવાર કરાવી શકશો.

સમજૂતી પત્ર હેઠળ નિર્ણય લેવામાં આવ્યો છે કે નેશનલ હેલ્થ ઓથોરિટી (NAH) માત્ર પહેલી વખત આયુષ્માન કાર્ડ જારી કરવા માટે કોમન સર્વિસ સેન્ટર (CSC)ને 20 રૂપિયાની એક નિયત રકમની ચૂકવણી કરવી પડશે.