SBI FD vs પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કિમ:રોકાણ કરતા પહેલાં જાણી લો કઇ જગ્યાએ મળે છે સૌથી વધુ ફાયદો, સમજો સમગ્ર ગણિત

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક બાજૂ મોંઘવારી પણ કુદકેને ભુસકે વધી રહી છે તો બેન્કના વ્યાજદરમાં પણ વધારો કર્યો છે. આ વચ્ચે દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ (SBI) હાલમાં જ ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FDમાં પણ વ્યાજદરમાં પણ વધારો કર્યો છે. આ સ્થિતિમાં, જો તમે SBIમાં એફડી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે તે પહેલાં પોસ્ટ ઓફિસના નેશનલ સેવિંગ્સ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટના વ્યાજ દરો વિશે જાણવું જ જોઇએ. અમે તમને SBI ફિક્સ્ડ ડિપોઝિટ અને ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટના વ્યાજ દર વિશે જણાવી રહ્યા છીએ. જેથી તમે તમારા પોતાના પ્રમાણે યોગ્ય જગ્યાએ રોકાણ કરી શકો.

નેશનલ સેવિંગ્સ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટમાં 6.7 ટકા સુધીનું વ્યાજ મળે છે
આ એક પ્રકારની FD છે. તમે તેમાં નિશ્ચિત સમયગાળા માટે રોકાણ કરીને નિશ્ચિત વળતર મેળવી શકો છો.ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટમાં 1થી 5 વર્ષ સુધીના સમયગાળા માટે 5.5થી 6.7 ટકા સુધીના વ્યાજ દર આપવામાં આવે છે. તેમાં ઓછામાં ઓછું રૂપિયા 1000નું રોકાણ કરવું પડશે. સાથે જ વધુમાં વધુ રોકાણની મર્યાદા પણ નથી. આ યોજના સાથે જોડાયેલી વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

કઇ જગ્યાએ કેટલા સમયમાં પૈસા થશે ડબલ?
નેશનલ સેવિંગ્સ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ: આ યોજનામાં વધુમાં વધુ 6.7 ટકા વ્યાજ મળી રહ્યું છે, તેથી નિયમ 72 મુજબ જો તમે આ સ્કીમમાં પૈસા રોકો છો, તો પૈસા ડબલ કરવામાં 10 વર્ષ અને 7 મહિનાનો સમય લાગશે.

SBIની FD
જેમાં વધુમાં વધુ 6.25% વ્યાજ મળી રહ્યું છે. તેથી નિયમ 72 મુજબ જો તમે આ સ્કીમમાં પૈસા રોકો છો, તો પૈસા ડબલ કરવામાં 11 વર્ષ અને 6 મહિનાનો સમય લાગશે.

કઇ જગ્યાએ રોકાણ કરવું જરૂરી?
જો તમે ટૂંકા સમય માટે એટલે કે 1, 2 અથવા 3 વર્ષ માટે એફડી કરવાનું વિચારી રહ્યા છો, તો તે SBIમાં કરવું યોગ્ય રહેશે. કારણ કે તેને આ સમયગાળાની એફડી પર જમા સમય જમા કરતા વધારે વ્યાજ મળી રહ્યું છે. આ સાથે જ જો તમે 5 વર્ષ સુધી એફડી કરવા માગો છો તો ટાઈમ ડિપોઝીટ સ્કીમ યોગ્ય રહેશે

આવો જાણીએ શું છે નિયમ 72?
ફાઇનાન્સનો આ ખાસ નિયમ 72નો નિયમ છે. નિષ્ણાતો આને સૌથી સચોટ નિયમ માને છે, જે નક્કી કરે છે કે તમારું રોકાણ કેટલું સમય બમણું થશે. આ રીતે તમે તેને સમજી શકો છો જો તમે બેંકની કોઈ ખાસ સ્કીમ પસંદ કરી છે, જ્યાં તમને વાર્ષિક 8 ટકા વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં, તમારે 72 ના નિયમ હેઠળ 72 માંથી 8 નો ભાગ આપવો પડશે. 72/8 = 9 વર્ષ, એટલે કે, આ સ્કીમ હેઠળ 9 વર્ષમાં તમારા પૈસા ડબલ થઈ જશે.