• Gujarati News
  • Utility
  • Becoming A Loan Guarantor Can Make Your Credit Score Worse, So Keep These Important Things In Mind Before Becoming A Guarantor.

કામની વાત:લોનના ગેરંટર બનવાથી તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે, ગેરંટર બનતા પહેલા આ મહત્ત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળમાં ઘણા લોકોની નોકરી જતી રહી છે તો ઘણા લોકોની આવક પર અસર થઈ છે. તેના કારણે ઘણા લોકોને પોતાની લોન ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં જો કોઈ લોન લેનાર લોનના હપ્તા ચૂકવી નથી શકતો તો લોન ડિફોલ્ટ થવાને કારણે ન માત્ર લોન લેનાર વ્યક્તિ પરંતુ ગેરંટરને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોન ન ચૂકવવા પર ગેરંટરનો ક્રેડિટ સ્કોર તો ખરાબ થઈ જાય છે પરંતુ ગેરંટરને આ લોન પણ ચૂકવવી પડી શકે છે.

શું છે લોન ગેરંટરને લઈને નિયમ?
નિયમો અનુસાર, લોનની ગેરંટી આપનાર વ્યક્તિ પણ લોન લેનાર વ્યક્તિ જેટલો જ જવાબદાર હોય છે. ડિફોલ્ડની સ્થિતિમાં બેંક પહેલા લોન લેનારને નોટિસ મોકલે છે અને તેનો જવાબ ન આવે ત્યાં સુધી લોન લેનારની સાથે ગેરંટરને પણ નોટિસ મોકલવામાં આવે છે. બેંક બને ત્યાં સુધી લોન લેનાર પાસેથી જ વસૂલીનો પ્રયાસ કરશે, પરંતુ નિષ્ફળ થવામાં ગેરંટરને પણ ડિફોલ્ટ માટે જવાબદાર માનવામાં આવશે.

ગેરંટરની જરૂર ક્યારે હોય છે?
બેંક તમામ લોન માટે બાંયધરી આપવાનો આગ્રહ રાખતી નથી. પરંતુ જ્યારે ગેરંટી પૂરતી નથી હોતી અને તેમને લોનની ચૂકવણી પર શંકા હોય છે તો તેઓ આવું કરવા માટે કહે છે. મોટી રકમની લોન માટે બાંહેધરી આપવી જરૂરી છે.

ગેરંટરનો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે
તમે તમારી જાતને પૂછો કે શું તમે તમારી ક્ષમતા પર બેંકમાંથી લોન લઈને બીજાને ઉધાર આપી શકો છો. જે લોન પર તમે ગેરંટી આપી રહ્યા છો, તેમાં કોઈ રિસ્ક તો નથીને. સિબિલ માત્ર લોન લેનારની માહિતી એકત્રિત નથી કરતું પરંતુ ગેરંટી આપનારનો રેકોર્ડ પણ રાખે છે. જે લોનની તમે ગેરંટી આપી છે તેને તમારા દ્વારા લેવામાં આવી છે એવું માનવામાં આવશે. આવી સ્થિતિમાં લોન લેનાર દ્વારા લોન ન ચૂકવવા પર તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે.

ગેરંટર બનવા પર તમને લોન મળવામાં મુશ્કેલી થઈ શકે છે
જે રકમ માટે તમે ગેરંટી આપશો તે તમારા ક્રેડિટ રિપોર્ટમાં બાકી રકમ તરીકે દેખાશે. તેનાથી તમારી લોન લેવાની ક્ષમતા પર અસર થઈ શકે છે. આવી સ્થિતમાં જો તમે ભવિષ્યમાં ઘર, કાર અથવા પર્સનલ લોન લેવાનો નિર્ણય કરો છો અને તમે તમારા જે મિત્ર અથવા સંબંધીઓને લોનની ગેરંટી લીધી છે અને તે સમયસર લોન નથી ચૂકવતા તો તમારા માટે મુશ્કેલી વધી શકે છે.

ગેરંટર બનતા પહેલા લોન લેનારની આર્થિક સ્થિતિ જાણો
કોઈની લોન એપ્લિકેશનના ગેરંટર બનતા સમયે એ વાતનું ધ્યાન રાખવું કે તે વ્યક્તિને તમે સારી રીતે જાણો છે. તેની સ્થિતિને બરાબર જાણો. થઈ શકે તો એ પણ જાણો કે તે વ્યક્તિ પહેલા ક્યારેય ડિફોલ્ટર તો નથી રહીને.

કોઈને ગેરંટી લઈ ચૂક્યા છો તો શું કરવું?
જો તમે પહેલાથી ગેરંટર છો તો લોન લેનાર વ્યક્તિ અને લોન આપનાર બેંકના સંપર્કમાં રહો. તે સિવાય તમારો ક્રેડિટ સ્કોર પણ નિયમિત રીતે ચેક કરો. જો કોઈ મુશ્કેલી હશે તો તે તમારા સ્કોરમાં દેખાશે. ગેરંટરને લોન લેનાર પાસેથી લોન ઈન્શ્યોરન્સ કવર ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. તેનાથી કોઈ અણબનાવની સ્થિતિમાં, લોન ભરપાઈ કરવાની જવાબદારી બાંયધરી આપનાર પર નહીં આવે

ગેરંટરથી હટવા માટે શું કરવું?
જો તમે કોઈના ગેરંટર છો અને હવે દૂર થવા માગો છો તો તેના માટે ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે, તમે ખુદ લોન લેવા માગો છો. જો કે, બેંક તેની મંજૂરી ત્યાં સુધી નથી આપતી જ્યાં સુધી લોન લેનાર વ્યક્તિ કોઈ બીજા ગેરંટરને શોધી નથી લેતી. એટલે સુધી કે બીજો ગેરંટર શોધ્યા પછી પણ તે બેંક પર નિર્ભર કરે છે કે તે તેની મંજૂરી આપે છે કે નહીં.

ડિફોલ્ટના કિસ્સામાં શું કરવું?
જો લોન લેનાર વ્યક્તિ નિયમિત રીતે તેની ચૂકવણી નથી કરી રહ્યો અને બેંક તમને લોનની ચૂકવણી માટે કહે છે તો લોન લેનાર સાથે વાત કરીને તમે લોન ચૂકવી શકો છો. આવું કરવા પર ગેરંટર લોન લેનાર પાસેથી બાદમાં પૈસા વસૂલી શકે છે.