બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ ઇન્ડિયા લિમિટેડ (BECIL)એ સુપરવાઈઝર, લોડર સહિત અલગ-અલગ જગ્યા પર ભરતી માટે યોગ્ય કેન્ડિડેટ્સ પાસેથી અરજી માગી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા કુલ 103 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે અપ્લાય પ્રોસેસ 17 જૂનથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 30 જૂન સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે.
લાયકાત
આ જગ્યા પર અપ્લાય કરનારા ઉમેદવાર ધોરણ 8 પાસ અને ગ્રેજ્યુએટ હોવા જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:
ઉંમર
કેન્ડિડેટ્સની ઉંમર 30થી 45 વર્ષ નક્કી કરી છે.
મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 17 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 30 જૂન
સિલેક્શન પ્રોસેસ
ઉમેદવારની પસંદગી સિલેક્શન માટે નક્કી કરેલી મેથડને આધારે કરવામાં આવશે.
એપ્લિકેશન ફી
જનરલ, OBC, મહિલા, એક્સ સર્વિસમેન: 750 રૂપિયા
SC, ST, EWS, PH: 450 રૂપિયા
આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ નક્કી કરેલી તારીખ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.