તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • BECIL Has Issued Recruitment For Various 567 Posts, Candidates Will Be Able To Apply Till May 20

સરકારી નોકરી:BECILએ વિવિધ 567 પદો માટે ભરતી બહાર પાડી, ઉમેદવારો 20 મે સુધી અરજી કરી શકશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ (BECIL)એ ઈન્વેસ્ટિગેટર, સુપરવાઈઝર, સિસ્ટમ એનાલિસ્ટ સહિત વિવિધ પદો પર ભરતી માટે એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરી દીધી છે. ઈચ્છુક ઉમેદવારો કે જેઓ અત્યાર સુધી આ પોસ્ટ માટે અરજી નથી કરી શક્યા, તેઓ હવે 20 મે સુધી ઓફિશિયલ વેબસાઈટ becil.com દ્વારા અપ્લાય કરી શકે છે.

અરજીની તારીખ લંબાવવાની સાથે જ BECILએ પદોની સંખ્યામાં પણ વધારો કર્યો છે. હવે આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા કુલ 567 પોસ્ટ્સ પર ભરતી કરવામાં આવશે.

પોસ્ટ્સની સંખ્યા- 567

પોસ્ટસંખ્યા
ઈન્વેસ્ટિગેટર350
સુપરવાઈઝર145
સિસ્ટમ એનાલિસ્ટ2
સિનિયર ડોમેન એક્સપર્ટ19
જુનિયર ડોમેન એક્સપર્ટ25
UDC4(रद्द)
MTS16
SME5
યંગ પ્રોફેશનલ5

લાયકાત
આ પોસ્ટ્સ માટે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકે છે. પોસ્ટ્સ પ્રમાણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિસ્તૃત જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.

વય મર્યાદા
વિવિધ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 45થી 60 વર્ષ નક્કી કરવામાં આવી છે. પોસ્ટ્સ પ્રમાણે વય મર્યાદાની જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરી શકો છો.

તારીખ
અરજી શરૂ થવાની તારીખ-11 એપ્રિલ
અરજી કરવાની છેલ્લી તારીખ- 20 મે

સિલેક્શન પ્રોસેસ
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
જનરલ, OBC, મહિલા, એક્સ સર્વિસમેન- 955 રૂપિયા
SC,ST,EWS,PH- 670 રૂપિયા

આ રીતે અરજી કરવી
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો નક્કી તારીખ પહેલા ઓફિશિયલ વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.