• Gujarati News
  • Utility
  • Be Careful If You Are Taking Antibiotics Without Doctor's Advice For Cold cough. Instead Of Getting Better, It Affects Liver And Kidney.

કામના સમાચાર:શરદી-ઉધરસમાં ડોક્ટરની સલાહ વગર એન્ટીબાયોટિક્સ લેતા હો તો થઈ જાઓ સાવધાન...., તબિયત સુધરવાને બદલે લિવર અને કિડની બગડશે

13 દિવસ પહેલા

ભારતમાં લોકોએ 2019માં 500 કરોડ રૂપિયાની એન્ટીબાયોટિક્સ ખાધી હતી. હાલમાં જ સામે આવેલા ધ લેસેટના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ એ પણ જાણવા મળ્યું હતું કે ભારતમાં લોકો સમજ્યા-વિચાર્યા વગર પણ દવાઓ લેતા હોય છે અને નુકસાન પણ થાય છે.

તમે છેલ્લે ક્યારે તમે એન્ટીબાયોટિક્સ લીધી એ વિશે વિચારો? શરદી અને ઉધરસના કિસ્સામાં આપણે દવા મેડિકલમાંથી લઈ આવીએ છીએ અથવા ઘરે રાખવામાં આવે એ દવાઓ પણ લઈએ છીએ. એન્ટીબાયોટિક્નો કોર્સ પૂરો થયો કે નહીં એ પણ યાદ નહોતું.

આજના નિષ્ણાતો ડૉ. મનીષ બંસલ, ડિરેક્ટર, ક્લિનિકલ અને પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી, હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, મેદાંતા હોસ્પિટલ, ગુરુગ્રામ અને ડૉ. તનુ સિંઘલ, કોકિલાબેન હોસ્પિટલ, મુંબઈ પાસેથી વધુ માહિતી જાણીએ.

સવાલ : એન્ટીબાયોટિક્સ શું છે? શા માટે લેવામાં આવે છે?
જવાબ: એન્ટીબાયોટિક્સનો ઉપયોગ બેક્ટેરિયલ સંક્રમણની સારવાર અને એને અટકાવવા માટે થાય છે. આ દવાઓ બેક્ટેરિયાને મારીને એને ફેલાતા અટકાવવાનું કામ કરે છે.

સવાલ : દરેક પ્રકારના સંક્રમણ માટે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે?
જવાબ: ના, એ વાઇરલ ઇન્ફેક્શન હોય તો એન્ટીબાયોટિક્સ કામ નથી કરતી. વાઈરલ ઈન્ફેક્શન એટલે કે શરદી, ફ્લૂ, ગળું, ઘણા હળવા બેક્ટેરિયલ ઇન્ફેક્શનને એન્ટીબાયોટિક્સની જરૂર હોતી નથી.

એન્ટીબાયોટિક્સ લેતી વખતે આ 5 બાબતને ભૂલશો નહીં

  • દરેક રોગ અને મુશ્કેલીમાં એનો ઉપયોગ ન કરો
  • સંક્રમણ કેવું છે એ જાણવું જરૂરી છે
  • ડોઝ અને અવધિ નિશ્ચિત હોવી જોઈએ
  • એકવાર તમે એન્ટીબાયોટિક્સ લીધા પછી કોર્સ પૂર્ણ કરો
  • જો કિડની અને લિવરને લગતી કોઈ સમસ્યા હોય તો એને લેતાં પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લો.

જો વાઇરલ ઇન્ફેક્શન અને હળવું બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે તો એન્ટીબાયોટિક્સ ક્યારે લેવામાં આવે છે?
ડૉ. તનુ સિંઘલ- જો વાઇરલ ઇન્ફેક્શન અને હળવું બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે તો એન્ટીબાયોટિક્સ લો છો તમે ખતરનાક બેક્ટેરિયાને પ્રતિરોધક બનાવવાનું કામ કરો છો, જેનું કારણ એ છે કે જ્યારે જરૂર ન હોય ત્યારે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો અર્થ એ થયો કે ફરીથી તમને આ પ્રકારની બીમારી થાય છે તો જ્યારે તમને એન્ટીબાયોટિક્સની સૌથી વધુ જરૂર હોય ત્યારે એ કદાચ કામ કરશે નહીં, તેથી આમ કરવાથી તમે અને તમારા પરિવારને સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી જોખમમાં મૂકી શકો છો.

સવાલ : શું દરેક દર્દીને ચોક્કસ રોગ માટે એકસરખી એન્ટીબાયોટિક્સ આપી શકાય? જવાબ : ડો. તનુ સિંઘલ જણાવે છે કે અમુક રોગોના દર્દીને એન્ટીબાયોટિક્સ આપી શકાતી નથી. એટલા માટે એ જરૂરી છે કે જ્યારે પણ તમે ડૉક્ટર પાસે જાઓ ત્યારે તેમને તમારા જૂના રોગ વિશે જણાવો. એ પછી ડૉક્ટરને નિર્ણય લેવા દો.

કોણે એન્ટિબાયોટિક્સ ન લેવી જોઈએ?

  • કિડનીની બીમારીવાળા લોકોએ
  • નાનાં બાળકોને ડૉક્ટરની સલાહ વિના એન્ટીબાયોટિક્સ ન આપવી જોઈએ.
  • જે લોકોને એન્ટીબાયોટિક્સથી એલર્જી હોય,
  • હાર્ટ ફેલિયોરના દર્દીઓ,
  • વૃદ્ધોનો ડોઝ ઓછો આપવો જોઈએ

સવાલ : હાર્ટના રોગો એવા કયા છે, જેમાં એન્ટીબાયોટિક્સ લેવાથી વધુ જોખમ વધી શકે છે?
ડૉ મનીષ બંસલ જણાવે છે, જે લોકોનું હાર્ટ નબળું હોય તે લોકોએ એન્ટીબાયોટિક્સ લેવાનું ટાળવું જોઈએ. હાર્ટ ફેલિયોર થયું હોય, જેમના હાર્ટ મસલ્સ નબળા હોય અથવા નુકસાન થયું છે તેમણે એને લેવાનું ટાળવું જોઈએ.

પ્રેગ્નન્સીમાં એન્ટીબાયોટિક્સ લેવી કેટલી સુરક્ષિત છે, જાણો

સવાલ : ગર્ભવતી મહિલાઓએ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ?
જવાબ : એન્ટીબાયોટિક્સની વિવિધ આડઅસર હોય છે, જે પૈકી કેટલીકની દવાની અસર બાળકના વિકાસ પર જોવા મળી છે. ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનામાં બાળકના શરીરનાં અંગો અને પેશીઓનો વિકાસ થાય છે, તેથી જ નિષ્ણાતો આ દિવસોમાં ખૂબ જ હળવો ડોઝ આપે છે. સામાન્ય રીતે માતા અને બાળકની સુરક્ષાને ધ્યાનમાં લેતાં માત્ર 10% એન્ટીબાયોટિક્સ સલામત છે.

સવાલ : પ્રેગ્નન્સીમાં મહિલાઓને એન્ટીબાયોટિક્સ આપવામાં ન આવે ત્યારે શું થાય છે?
જવાબ : આ સમય દરમિયાન સ્ત્રીના શરીરમાં ઘણા ફેરફારો થાય છે, જેથી અનેક પ્રકારનાં ઈન્ફેક્શનનું જોખમ રહે છે, જેમાં UTI, અને વજાઇનલ ઇન્ફેક્શન, કાન, નાક અને ગળામાં ચેપ દરમિયાન ડૉક્ટરો સ્ત્રીને એન્ટીબાયોટિક્સ લેવાની ભલામણ કરે છે.

સવાલ : એન્ટીબાયોટિક્સનો કોર્સ કેમ પૂરો કરવો જોઈએ?
જો તમને પાંચ દિવસ માટે એન્ટીબાયોટિક્સનો કોર્સ આપવામાં આવ્યો છે અને તમે 3 દિવસમાં એ લેવાનું બંધ કરી દીધું છે. તમે માનતા હતા કે તમે સાજા થઈ ગયા છો, પરંતુ વાસ્તવમાં ક્યાંક ઈન્ફેક્શન છે. કેટલાક બેક્ટેરિયા જીવંત રહે છે. આ બેક્ટેરિયા પછી એની સંખ્યામાં વધારો કરે છે અને પોતાને એન્ટીબાયોટિક્સ સામે પ્રતિરોધક બનાવે છે. આ કારણે એન્ટીબાયોટિક્સ તેમના પર ફરી અસર કરતા નથી, તેથી એન્ટીબાયોટિક્સનો કોર્સ પૂર્ણ કરવો જરૂરી છે.

સવાલ : આપણા પેટમાં એવું તે શું હોય છે, જેને બચાવવાથી આપણું સ્વાસ્થ્ય હંમેશાં સુરક્ષિત રહી શકે છે!
જવાબ : પેટમાં લગભગ સો મિલિયન બેક્ટેરિયા છે. બધા વિવિધ પ્રકારના હોય છે, જેથી દરેક બેક્ટેરિયા ક્યાંક ને ક્યાંક આપણા શરીરમાં થતા રોગને દૂર કરવામાં મદદ કરે છે. ફક્ત આપણા પાચનને જ નહીં, પરંતુ આપણા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. એટલા માટે આંતરડાંના બેક્ટેરિયા આપણા રક્ષણ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.