તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • BCI Announces 'Answer Key' Of All India Bar Examination, Candidates Can File Their Objections Till February 7

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AIBE XV:BCIએ ઓલ ઈન્ડિયા બાર એક્ઝામીનેશન પરીક્ષાની ‘આન્સર કી’જાહેર કરી, ઉમેદવારો પોતાનો વાંધા 7 ફેબ્રુઆરી સુધી નોંધાવી શકશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)એ ઓલ ઈન્ડિયા બાર એક્ઝામીનેશન (AIBE XV)ની ‘આન્સર કી’ જાહેર કરી દીધી છે. પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ allindiabarexamination.com દ્વારા તેમની ‘આન્સર કી’ ડાઉનલોડ કરી શકે છે. તે સાથે જ ઉમેદવારો 7 ફેબ્રુઆરી સુધી ‘આન્સર કી’સામે વાંધો ઉઠાવી શકે છે.

24 જાન્યુઆરીએ પરીક્ષા લેવામાં આવી હતી
કોઈપણ આન્સર પર વાંધો હોય તો ઉમેદવારો ઓનલાઈન વિંડો દ્વારા 7 ફેબ્રુઆરી સાંજે 5 વાગ્યા સુધી તેમની મુશ્કલી નોંધાવી શકે છે. ઓલ ઈન્ડિયા બાર એક્ઝામ 24 જાન્યુઆરીના રોજ લેવામાં આવી હતી, જેમાં લગભગ 1.20 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. પરીક્ષા સમગ્ર દેશના 52 શહેરોના 154 કેન્દ્રો પર લેવામાં આવી હતી.

વકીલાત માટે જરૂરી છે પરીક્ષા
વકીલાતના ક્ષેત્રમાં કરિયર શરૂ કરવા માટે આ પરીક્ષા પાસ કરવી જરૂરી છે. તે નેશનલ લેવલની એક પરીક્ષા છે, જે BCI દ્વારા આયોજીત કરવામાં આવે છે. પહેલાથી રજિસ્ટર્ડ વકીલ અને લૉ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સામેલ થઈ શકે છે. તેમાં પાસ થયા બાદ જ તેમને કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસની માન્યતા મળે છે.

આ રીતે ચેક કરો ‘આન્સર કી’

  • સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ allindiabarexamination.com પર જવું.
  • અહીં હોમ પેજ પર ‘AIBE XV આન્સર કી’ની લિંક પર ક્લિક કરો.
  • ક્લિક કરતા જ PDF ફોર્મમાં આન્સર કી ઓપન થઈ જશે.
  • હવે ‘આન્સર કી’ને ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ પણ કાઢી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો