તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • BCECEB Sarkari Naukri | BCECEB GROUP A Recruitment 2021: 1797 Vacancies For GROUP A Posts, Bihar Combined Entrance Competitive Examination Board Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:BCECEBએ સીનિયર રેઝિડેન્ટ સહિત કુલ 1797 પદો પર ભરતી જાહેર કરી, 20 જૂન સુધી અરજી કરી શકાશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું PG ડિગ્રી/ ડિપ્લોમા સર્ટિફિકેટ હોલ્ડર આ ભરતી માટે અરજી કરી શકે છે
  • ઉમેદવારોનું સિલેક્શન મેરિટ લિસ્ટના આધારે થશે

BCECEB (બિહાર કમ્બાઈન્ડ એન્ટ્રન્સ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન બોર્ડ)એ સ્વાસ્થ્ય વિભાગમાં સીનિયર રેઝિડેન્ટ/ ટ્યુટરના પદો પર ભરતીની જાહેરાત કરી છે. આ પદો માટે એપ્લિકેશન પ્રોસેસ 7 જૂનથી શરૂ થઈ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર bceceboard.bihar.gov.inનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ પદો માટે અરજી કરવાની પ્રક્રિયા 20 જૂન સુધી યથાવત રહેશે.

પદોની સંખ્યા: 1797

યોગ્યતા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવાર પાસે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું PG ડિગ્રી/ ડિપ્લોમાનું સર્ટિફિકેટ હોવું જોઈએ.

વય મર્યાદા

આ પદો માટે જનરલ પુરુષ ઉમેદવારની વય મર્યાદા 37 વર્ષ, જનરલ મહિલાઓ અને OBC (પુરુષ/મહિલા) ઉમેદવારો માટે વય મર્યાદા 40 વર્ષની નક્કી કરાઈ છે. SC અને ST કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદા 42 વર્ષની નક્કી કરવામાં આવી છે.

મહત્ત્વની તારીખ
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 7 જૂન
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 20 જૂન

આ રીતે અરજી કરો
યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો સીનિર રેઝિડેન્ટ/ટ્યુટરના પદો માટે ઓફિશિયલ વેબસાઈટ bceceboard.bihar.gov.inનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.