• Gujarati News
  • Utility
  • Bathing In Hot Water In Winter Is Harmful; Find Out What The Water Temperature Should Be

જરૂરિયાતના સમાચાર:શિયાળામાં વધારે ગરમ પાણીથી સ્નાન કરવું નુકસાનકારક છે; જાણો પાણીનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હુંફાળા પાણીથી સ્નાન કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેનાથી હાર્ટ હેલ્ધી રહે છે

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ સિઝનમાં મોટાભાગના લોકો સ્નાન કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરે છે. ગરમ પાણી ઠંડીથી તો બચાવે જ છે, આવા પાણીથી સ્નાન કરવાથી આખા દિવસનો થાક દૂર થઈ જાય છે. એક તરફ એવું માનવામાં આવે છે કે ગરમ પાણી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તો બીજી તરફ એવું પણ માનવામાં આવે છે કે ગરમ પાણીથી સ્નાન કરવાના ઘણા નુકસાન પણ છે. ખાસ કરીને આંખો અને વાળ માટે ગરમ પાણી સારું માનવામાં આવે છે.

એમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ડર્મેટોલોજી ડિપાર્ટમેન્ટના અસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ગાર્ડનના અનુસાર, ન્હાવવા માટે પાણીનું ટેમ્પરેચર મોડરેટ હોવું જોઈએ, 30-35 ડિગ્રીની વચ્ચે. તેનો અર્થ એ થયો કે ઠંડીમાં ન્હાવાનું પાણી વધારે ઠંડું અને વધારે ગરમ ન હોવું જોઈએ, પરંતુ હુંફાળું હોવું જોઈએ.

જાણો શિયાળામાં કેવા પ્રકારના પાણીથી સ્નાન કરવું જોઈએ..