બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)એ ઓલ ઈન્ડિય બાર એક્ઝામ (AIBE XVI) માટે અરજીની છેલ્લી તારીખ લંબાવી દીધી છે. પરીક્ષામાં સામેલ થવા ઈચ્છુક ઉમેદવારો હવે 14 ઓગસ્ટ સુધી અપ્લાય કરી શકે છે. ઉમેદવારો allindiabarexamination.com દ્વારા ઓલાઈન એપ્લિકેશન ફોર્મ જમા કરી શકે છે. તેમજ એક્ઝામ ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. અત્યારે પરીક્ષાની તારીખને લઈને કોઈ જાહેરાત કરવામાં નથી આવી.
લૉ ગ્રેજ્યુએટ્સ માટે પરીક્ષા હોય છે
AIBE નેશનલ લેવલની એક સર્ટિફિકેશન પરીક્ષા છે, જે લૉ ગ્રેજ્યુએટ અથવા લૉ ગ્રેજ્યુએશનના ફાઈનલ યર અથવા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ઉમેદવારો માટે આયોજીત કરવામાં આવે છે. આ પરીક્ષા ક્વોલિફાય કરનારા ઉમેદવારોને સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ (COP)થી સન્માનિત કરવામાં આવશે. તે ઉપરાંત તે ઉમેદવારોને દેશમાં લૉ પ્રેક્ટિશની પણ પરમિશન આપે છે.
હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરો
એક્ઝામ ફોર્મ ભરતા સમયે જો કોઈ ઉમેદવારોએ કોઈપણ ખોટી માહિતી ભરી હોય અથવા ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તો તેઓ aibe.bci@gmail.com પર પોતાના રજિસ્ટ્રેશન નંબરની સાથે સુધારો કરવા માટે ઈ-મેલ કરી શકે છે. તે સિવાય પરીક્ષા સાથે સંબંધિત કોઈપણ જાણકારી માટે ઉમેદવારો હેલ્પલાઈન નંબર- +91-9804580458, 011-49225022 અને 011-49225023 પર સંપર્ક કરી શકે છે.
આ રીતે રજિસ્ટ્રેશન કરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.