રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવેમ્બર મહિનાની સત્તાવાર બેંક રજાઓની યાદી જાહેર કરી છે. નવેમ્બરમાં બેંકોમાં 17 દિવસ સુધી કામકાજ નહીં થાય. નવેમ્બરમાં દિવાળી અને ગુરુ નાનક જયંતી/કાર્તિક પૂર્ણમા સહિત ઘણા બધા તહેવાર આવી રહ્યા છે. તેના કારણે દેશના વિવિધ રાજ્યોમાં બેંકો માટે 11 રજાઓ નક્કી કરવામાં આવી છે. તે સિવાય 4 રવિવાર અને 2 શનિવારે પણ બેંક બંધ રહેશે.
RBIની માર્ગદર્શિકા અનુસાર, બેંકો રવિવારે તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ, RBIએ 1, 3, 4, 5, 6, 10, 11, 12, 19, 22 અને 23 નવેમ્બરે રજા જાહેર કરી છે. આ ઉપરાંત મહિનામાં ચાર રવિવાર અને બીજા અને ચોથા શનિવારે પણ રજા હોય છે.
તારીખ | બંધ રહેવાનું કારણ | ક્યાં બંધ રહેશે |
1 નવેમ્બર | કન્નડ રાજ્યોત્સવ | બેંગલુરુ અને ઈમ્ફાલ |
3 નવેમ્બર | નરક ચતુદર્શી | બેંગલુરુ |
4 નવેમ્બર | દિવાળી અમાવસ્યા / કાલી પૂજા | બેંગલુરુ સિવાય તમામ રાજ્યોમાં બેંકો બંધ |
5 નવેમ્બર | દિવાળી(બાલી પ્રતિપદા) / વિક્રમ સંવત નવું વર્ષ / ગોવર્ધન પૂજા | અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, દેહરાદૂન, ગંગટોક, જયપુર, કાનપુર, લખનૌ, મુંબઈ અને નાગપુરમાં બેંકો બંધ |
6 નવેમ્બર | ભાઈબીજ / ચિત્રગુપ્ત જયંતિ / લક્ષ્મી પૂજા / દીપાવલી / નિંગોલ ચકોબા | ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર, લખનૌ અને શિમલામાં બેંકો બંધ |
7 નવેમ્બર | રવિવાર | તમામ જગ્યાએ |
10 નવેમ્બર | છઠ પૂજા / સૂર્ય ષષ્ઠી દળ છઠ | પટના અને રાંચીમાં બેંકો બંધ |
11 નવેમ્બર | છઠ પૂજા | પટના |
12 નવેમ્બર | વાંગલા ઉત્સવ | શિલોંગ |
13 નવેમ્બર | મહિનાનો બીજો શનિવાર | તમામ જગ્યાએ |
14 નવેમ્બર | રવિવાર | તમામ જગ્યાએ |
19 નવેમ્બર | ગુરુ નાનક જયંતી / કાર્તિક પૂર્ણિમા | આઈઝોલ, બેલાપુર, ભોપાલ, ચંડીગઢ, દહેરાદૂન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા અને શ્રીનગર |
21નવેમ્બર | રવિવાર | તમામ જગ્યાએ |
22 નવેમ્બર | કનકદાસ જયંતી | બેંગલુરુ |
23 નવેમ્બર | સેંગ કુટ્સનેમ | શિલોંગ |
27 નવેમ્બર | શનિવાર | તમામ જગ્યાએ |
28 નવેમ્બર | રવિવાર | તમામ જગ્યાએ |
કાનપુર અને લખનઉમાં સતત 4 દિવસ બેંક બંધ
કાનપુર અને લખનઉમાં 4થી 7 નવેમ્બર સતત 4 દિવસ સુધી બેંક બંધ રહેશે. તેમજ શિલોંગમાં 12થી 14 નવેમ્બર સુધી 3 દિવસ બેંક બંધ રહેશે. આવી સ્થિતિમાં આ જગ્યાના લોકોને આ રજાઓનું ધ્યાન રાખવું જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.