ઘણી વખત ATM મશીનમાં પૈસા ન હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેને ધ્યાનમાં રાખતા RBIએ ATMમાં કેશ ન હોવાના કિસ્સામાં બેંકો પર દંડ લાદવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે.
10 હજારનો દંડ લાગશે
RBIની સૂચના અંતર્ગત 1 ઓક્ટોબર 2021થી જો કોઈ બેંકના ATMમાં કોઈ મહિનામાં જો 10 કલાક અથવા તેનાથી વધારે સમય સુધી કેશ ઉપલબ્ધ નહીં હોય તો તેના પર દંડ લાદવામાં આવી શકે છે.
RBIએ એક સર્ક્યુલર જાહેર કરીને કહ્યું છે કે, આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી ATM દ્વારા લોકોને પર્યાપ્ત રોકડ મળી શકે. કેટલીક બેંક ATMમાં કેશ નાખવા માટે કંપનીઓની સેવા લે છે. આવા કિસ્સામાં બેંકોને દંડ ચૂકવવો પડશે. તેના બદલે બેંક તે વ્હાઈટ લેબલ ATM કંપની પાસેથી દંડની ભરપાઈ કરી શકે છે.
ટ્રાન્ઝેક્શન ફેલ થવાથી બેંક ગ્રાહકો પાસેથી દંડ લે છે
પૈસા ન હોવાથી ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જવા પર બેંક ખાતાધારકો પાસેથી દંડની રકમ તરીકે 20 રૂપિયા પ્લસ GST અલગથી વસૂલે છે. જૂન 2021ના અંત સુધી સમગ્ર દેશમાં 2.14 લાખ ATM હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.