તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Banks Will Be Closed For Two Consecutive Days On April 13 And 14, Banks Will Not Be Open For 8 Days Till April 30.

હોલિડે લિસ્ટ:13 અને 14 એપ્રિલ એમ સતત બે દિવસ બેંકો બંધ રહેશે, 30 એપ્રિલ સુધી બેંકોમાં 8 દિવસ કામકાજ નહીં થાય

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશના તમામ રાજ્યોની બેંકમાં 8 દિવસની રજા નહીં હોય, કેમ કે દરેક રાજ્યના જાહેર તહેવારો અલગ અલગ હોય છે

આ મહિનામાં 13થી 30 એપ્રિલ સુધી 8 રજાઓ રહેશે. 13 એપ્રિલે ગુડી પડવો, અને વૈશાખી, ચેટીચાંદ સહિત ઘણા અન્ય તહેવારના કારણે બેંકો બંધ રહેશે. 14 એપ્રિલના રોજ ડૉક્ટર આંબેડકર જયંતીને કારણે બેંક બંધ રહેશે. તેમજ 21 એપ્રિલે રામ નવમી અને 25 એપ્રિલે મહાવીર જયંતીના કારણે બેંકમાં રજાઓ રહેશે. દેશના તમામ રાજ્યોની બેંકમાં 8 દિવસની રજા નહીં હોય, કેમ કે દરેક રાજ્યના જાહેર તહેવારો અલગ અલગ હોય છે. તેના માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રજાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. નીચે આપેલું લિસ્ટ જોઈને બેંકિંગ સંબંધિત તમારે તમારું કામ પતાવી લેવું જોઈએ, નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

એપ્રિલમાં બેંક હોલિડે લિસ્ટ

તારીખબંધ રહેવાનું કારણ
13ગુડી પડવો, ચેટીચાંદ, વૈશાખી જેવા તહેવારો
14ડૉક્ટર આંબેડકર જયંતિ, અશોકા ધ ગ્રેટનો જન્મદિવસ,તમિલ નવું વર્ષ
15હિમાચલ ડે, બંગાળી ન્યૂ યર, ગુજરાતની બેંકોમાં રજા નહીં હોય
16બોહાગ બિહુ, ગુજરાતની બેંકોમાં રજા નહીં હોય
18રવિવાર
21રામ નવમી, ગરિયા પૂજા
24ચોથો શનિવાર
25રવિવાર, મહાવીર જયંતી

દેશના દરેક રાજ્યના જાહેર તહેવાર અલગ અલગ હોય છે
ઉગાડી, તેલુગુ ન્યૂ યર, બોહાગ બિહુ, ગુડી પડવા, વૈશાખી, બિજુ ફેસ્ટિવલ પર 13 એપ્રિલે બેંકોમાં રજા રહેશે, તે પછીના દિવસે 14 એપ્રિલે ડૉક્ટર આંબાસાહેબ જયંતિ. અશોકા ધ ગ્રેટ જયંતિ, તમિલ ન્યૂ યર, મહા વિશુબા સંક્રાતિ, બોહાગ બિહુના કારણે રજા છે.15 એપ્રિલે હિમાચલ ડે, વિશુ, બંગાળી ન્યૂયર, સરહુલની કેટલાક રાજ્યોમાં રજા રહેશે. ત્યારબાદ બાદ 21 એપ્રિલે રામનવમી અને 25 એપ્રિલે મહાવીર જયંતીના કારણે રજા રહેશે. તે ઉપરાંત સાથે 24 એપ્રિલે ચોથો શનિવાર હોવાથી રજા રહેશે. તો આ તમામ દિવસોમાં તમારા માટે બેંકના કામ કરવા મુશ્કેલી બની જશે.

નોંધઃ RBIનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો.