તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Bank's Online Services Will Be Down Today, Internet Banking, Yono App Will Not Work, The Bank Informed Through Social Media

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SBI કસ્ટમર અલર્ટ:બેંકની ઓનલાઈન સેવાઓ આજે ઠપ રહેશે, ઈન્ટરનેટ બેંકિંગ, યોનો એપ કામ નહીં કરે, બેંકે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે સાડા ત્રણ કલાક માટે ઈન્ટરનેટ બેંકિંગ, યોનો એપ અને યોનો લાઈટ સર્વિસ કામ નહીં કરે
  • SBI આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપતા લોકોને સાવચેતી આપી છે

જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના કસ્ટમર છો તમારા માટે મહત્ત્વપૂર્ણ સામાચાર છે. 1 એપ્રિલ એટલે કે આજે SBI ગ્રાહકો UPI દ્વારા પેમેન્ટ નહીં કરી શકે. આજે બપોરે લગભગ સાડા ત્રણ કલાક સુધી SBIનું ઈન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મ ઠપ રહેશે. બેંકના જણાવ્યા પ્રમાણે, આજે સાડા ત્રણ કલાક માટે ઈન્ટરનેટ બેંકિંગ, યોનો એપ અને યોનો લાઈટ સર્વિસ કામ નહીં કરે. ભારતીય સ્ટેટ બેંક આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી પણ આપી છે.

સાંજે 5:40 વાગ્યા સુધી સેવા પ્રભાવિત રહેશે
SBI આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપતા લોકોને સાવચેતી આપી છે, જેથી લોકો બાકીના સમયમાં પોતાનું જરૂરી કામ પતાવી શકે. બેંકની સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, 1 એપ્રિલના રોજ બપોરે 2.10 વાગ્યાથી સાંજના 5:40 વાગ્યા સુધી તમે ઇન્ટરનેટ બેંકિંગ, યોનો એપ અને યોનો લાઇટ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો નહીં.

SBI દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, બેંક કસ્ટમર્સને આજે UPI ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા થઈ શકે છે. આવું એટલા માટે કેમ કે બેંક આજે તેનું UPI પ્લેટફોર્મ અપગ્રેડ કરશે, જેથી કસ્ટમર એક્સપિરિયન્સને સુધારી શકાય. આ દરમિયાન ગ્રાહકોને UPI ટ્રાન્ઝેક્શન કરવામાં મુશ્કેલી આવી શકે છે. તેના માટે બેંકે ઓપ્શન પણ આપ્યા છે.

બેંકે કહ્યું- અસુવિધા માટે માફ કરજો
SBIએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, ‘અમે અમારા સન્માનિત ગ્રાહકોને વિનંતી કરીએ છે કે અમે તેઓને સારો ઓનલાઈન બેંકિંગ અનુભવ આપવા માટે તમારું ઈન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મને અપગ્રેડ કરી રહ્યા છીએ. અસુવિધા બદલ માફ કરજો.’

SBIના સમગ્ર દેશમાં 44 કરોડથી વધારે ગ્રાહકો છે. SBIએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં જે રેકોર્ડ બનાવ્યો છે, તેમાં તેની યોનો એપનું મહત્ત્વનું યોગદાન છે. આંકડાના અનુસાર, યોનો દ્વારા બેંકે 10 લાખથી વધુ પર્સનલ લોનનું વિતરણ કર્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો