તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Banks Have Launched Special Schemes For Customers, SBI, BOB And IOB Offering Low interest Loans.

કોરોના ઇફેક્ટ:આર્થિક સંકટ વચ્ચે બેંકોએ ગ્રાહકો માટે સ્પેશિયલ સ્કીમ કાઢી, SBI, BOB અને IOB ઓછા વ્યાજ દરે લોન આપી રહી છે

દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંક ઓફ બરોડાએ તેના ગ્રાહકો માટે કોરોના વાઇરસ સામે લડવા સ્પેશિલ પર્સનલ લોન લોન્ચ કરી છે
  • SBIએ એગ્રી ગોલ્ડ લોન સ્કીમ શરૂ કરી છે જે અંતર્ગત ખેડૂત સોનાના દાગીના આપીને તેની જરૂરિયાત પ્રમાણે લોન લઈ શકે છે

કોરોના વાઇરસને કારણે દેશભરમાં લોકડાઉન ચાલુ છે, જેના કારણે ઘણા લોકો માટે રોજગારનું સંકટ સર્જાયું છે. આને કારણે તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આ જોતા દેશની ઘણી બેંકો લોકોને ઓછા વ્યાજ પર લોન આપી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા (BOB) અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)એ આ મુશ્કેલ સમયને પહોંચી વળવા સ્પેશિયલ સ્કીમ રજૂ કરી છે.

ઇન્ડિયન ઓવરસીઝ બેંકની સ્કીમ

ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)એ એક વિશેષ લોન યોજના શરૂ કરી છે, જેનો લાભ કોઈપણ સ્વ-સહાય જૂથ (SHG) લઈ શકે છે. આ અંતર્ગત SHGને વાર્ષિક 9.4% ના દરે લોન મળશે અને તેના માટે કોઈ વધારાની સિક્યોરિટી પણ લેવામાં આવશે નહીં. આ યોજના 30 જૂન 2020 સુધી માન્ય છે. અગાઉ બેંક ઓફ બરોડા અને એસબીઆઈએ વિશેષ લોન યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત કોઈપણ સ્વ-સહાય જૂથ માટે મહત્તમ એક લાખ રૂપિયાની લોન મળશે. તેમજ ગ્રુપનો દરેક સભ્ય 5000 રૂપિયા સુધીની લોન લઇ શકશે. આ લોન લેવા માટે કોઈએ સીધી બેંક બ્રાંચમાં અરજી કરવાની રહેશે. જો આઇઓબી શાખા તમારાથી દૂર છે, તો બિઝનેસ કોરસ્પેન્ડન્સ દ્વારા પણ અરજી સબમિટ કરી શકાય છે. આ યોજના હેઠળ લોન લીધા પછી છ મહિનાનોમોરાટોરિયમ પિરિઅડ રહેશે. તે પછી 30 EMIમાં લોન ચૂકવવી પડશે. આ લોન માટે બેંક કોઈ વધારાની ફી લેશે નહીં.

SBIએ એગ્રી ગોલ્ડ લોન સ્કીમ શરૂ કરી

એસબીઆઇએ એગ્રી ગોલ્ડ લોન સ્કીમ શરૂ કરી છે. આ અંતર્ગત સોનાના દાગીના આપીને ખેડૂતો તેમની જરૂરિયાત મુજબ લોન લઈ શકે છે. લોકડાઉન વચ્ચે 5 લાખ ખેડૂતોએ તેનો લાભ લીધો છે. લોન માટે અરજી કરતા ખેડુતો પાસે ખેતીની જમીન હોવી જોઈએ. તે ખેતીની જમીનની નકલ બેંકમાં આપવાની રહે છે. લોન પર વાર્ષિક 9.95% વ્યાજ લેવામાં આવશે. આ કોઈપણ ગ્રામીણ બ્રાંચની મુલાકાત લઈને અપ્લાય રી શકાય છે. તેને YONO એપ્લિકેશન દ્વારા પણ અપ્લાય કરી શકાય છે, જેનાથી ખેડુતોને લોન લેવાનું સરળ બનશે. આ યોજના એ પણ પૂરી પાડે છે કે જો કોઈ ખેડૂતના નામે ખેતીની જમીન ન હોય પણ તેના નામે ટ્રેક્ટર હોય તો તે દાગીનાની બેંકમાં જમા કરીને તે ટ્રેક્ટરના આધારે લોન લઈ શકાય છે. ટ્રેક્ટરની RC ખેડૂતના નામે હોવી જોઈએ. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

બેંક ઓફ બરોડાની પણ સ્પેશિયલ પર્સનલ લોન

બેંક ઓફ બરોડાએ તેના ગ્રાહકો માટે કોરોના વાઇરસ સામે લડવા એક સ્પેશિયલ પર્સનલ લોન શરૂ કરી છે. જેમને કોરોના રોગચાળાને કારણે પૈસાની જરૂર હોય તેઓ તેનો લાભ લઈ શકે છે. આ અંતર્ગત મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે. આ માટે ગ્રાહકોએ તેમની બેંક બ્રાંચમાં જવું પડશે. આ યોજના 30 સપ્ટેમ્બર 2020 સુધી માન્ય છે. BOBO વેબસાઇટ અનુસાર, ગ્રાહકો કે જેમણે હોમ લોન લીધી હોય, લોન અગેન્સ્ટ પ્રોપર્ટી અથવા ઓટો લોન લીધી છે તે બેંકની આ સુવિધા મેળવી શકશે. આ સાથે તેમનો ક્રેડિટ સ્કોર 650 અથવા તેથી વધુ હોય તેઓ પણ આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકશે. આ ઉપરાંત, ગ્રાહકનો બેંક સાથએ સંબંધ  ઓછામાં ઓછા 6 મહિના સુધીનો હોવો જોઇએ. લોન વ્યાજ દર રેપો રેટ સાથે જોડાયેલ છે. અત્યારે રિટેલ લોન માટે લાગુ BRLLR 7.25 ટકા છે જે બદલાતો રહે છે. તમારે 5 વર્ષમાં આ લોન ચૂકવવી પડશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો