તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Banks Have Given Huge Relief To Jan Dhan Account Holders, Now Customers Do Not Have To Pay Any Charge For Depositing Or Withdrawing Money.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:જન ધન ખાતાધારકોને બેંકોએ મોટી રાહત આપી, હવે ગ્રાહકોએ પૈસા જમા કરાવવા અથવા ઉપાડવા માટે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જન ધન ખાતાં પર મિનિમમ બેલેન્સ રાખવાની પણ કોઈ જોગવાઈ નથી
  • આ યોજના ઓગસ્ટ 2014માં શરૂ થઈ હતી

જન ધન ખાતાધારકોને બેંકોએ મોટી રાહત આપી છે. બેંકોએ જાહેર કરતા જણાવ્યું કે, જન ધન ખાતાધારકોને પૈસા જમા કરાવવા અથવા ઉપાડવા માટે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે. બેંકોએ એમ પણ કહ્યું કે, સામાન્ય ડિપોઝિટ પર આવો કોઈ ચાર્જ વસૂલ કરવો જોઈએ નહીં. જન ધન ખાતાં પર મિનિમમ બેલેન્સ રાખવાની પણ કોઈ જોગવાઈ નથી.

કોઈ ચાર્જ નહીં લાગે
તાજેતરમાં કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, જન ધન ખાતાંમાંથી દરેક વખતે કેશ ઉપાડવા પર 100 રૂપિયા લેવામાં આવશે. સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમાચાર સંપૂર્ણ પાયાવિહોણા છે. જન ધન ખાતાંઓની બેંકિંગ સેવાઓ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેકમાં દર્શાવવામાં આવ્યું છે કે, જન ધન ખાતાંઓની મફત બેંકિંગ સેવાઓ માટે કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. તમામ બેંકો RBIની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરી રહી છે. જન ધન ખાતાં પર ચાર્જ લાદવાની કોઈ સૂચના આપવામાં આવી નથી.

કોરોનાકાળમાં ખાતાંઓની સંખ્યા વધી
કોરોના રોગચાળા દરમિયાન જન ધન બેંક ખાતાં ખોલાવનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રિસર્ચ મુજબ, કોરોના રોગચાળા દરમિયાન જન ધન ખાતું ખોલાવવાનો દર 60% વધ્યો છે. 1 એપ્રિલથી 14 ઓક્ટોબરની વચ્ચે લગભગ 3 કરોડ નવા ખાતા ખોલવામાં આવ્યા છે અને ડિપોઝિટની રકમ રૂ. 11600 કરોડની નજીક છે. આ સાથે, જન ધન ખાતાંઓની કુલ સંખ્યા વધીને 41.05 કરોડ થઈ ગઈ છે. આ ખાતાઓમાં કુલ 1.31 લાખ કરોડ રૂપિયા છે.

આ યોજના 28 ઓગસ્ટ 2014ના રોજ શરૂ કરવામાં આવી હતી
જન ધન યોજનાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં સ્વતંત્રતા દિવસ પર તેમના સંબોધનમાં કરી હતી. ત્યારબાદ આ યોજના ઓફિશિયલી 28 ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના મોદી સરકારની જન-કેન્દ્રિત આર્થિક પહેલ માટેનો પાયો હતો. યોજનાની છઠ્ઠી વર્ષગાંઠ પર નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, કોવિડ-19 નાણાકીય સહાય, પીએમ કિસાન, મનરેગા અને જીવન અને આરોગ્ય વીમા કવર માટે સૌથી પહેલા દરેક પુખ્ત વ્યક્તિને બેંક ખાતું આપવાનું હતું. આ કામ PMJDY સાથે કરવામાં આવ્યું છે.

જન ધન ખાતાધારકો અનેક સુવિધાઓના હકદાર હોય છે
જન ધન યોજના હેઠળ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું ખાતું પણ ખોલાવી શકાય છે. આ યોજના અંતર્ગત ખાતું ખોલાવતાં જ તમને રૂપે ATM કાર્ડ, 2 લાખ રૂપિયાનું એક્સિડન્ટ કવર, 30 હજાર રૂપિયાનું લાઇફ કવર અને જમા રકમ પર વ્યાજ મળે છે. આ ઉપરાંત, તમને આ ખાતાં પર 10 હદાર રૂપિયાની ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળે છે. આ અકાઉન્ટ કોઈપણ બેંકમાં ખોલાવી શકાય છે. આમાં, તમારે મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી હોતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser