તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Banks Have Changed The Interest Rate Of FD, Find Out Now Time Deposit Scheme Or Where To Invest FD Would Be Right For You

યોગ્ય જગ્યાએ રોકાણ:બેંકોએ FDના વ્યાજ દરમાં ફેરફાર કર્યા, જાણો હવે ટાઈમ ડિપોઝિટ સ્કીમ અથવા FD કઈ જગ્યાએ રોકાણ કરવું તમારા માટે યોગ્ય રહેશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં પંજાબ નેશનલ બેંક (PNB), ICICI અને એક્સિસ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતા વ્યાજમાં ફેરફાર કર્યો છે. આ બેંકોમાં તમને મહત્તમ 5થી 6% સુધી વ્યાજ મળી રહ્યું છે. જો તમને FD પર તેના કરતા વધુ વ્યાજ જોઈતું હોય તો પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં પૈસાનું રોકાણ કરવાનું યોગ્ય રહેશે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે તમને ક્યાં રોકાણ કરવા પર વધારે ફાયદો થશે.

ટાઈમ ડિપોઝિટ સ્કીમ સાથે સંબંધિત ખાસ બાબત...

  • પોસ્ટ ઓફિસમાં ફિક્સ્ડ ડિપોઝિટ અકાઉન્ટ કેશ અથવા ચેક દ્વારા કોઇપણ વ્યક્તિ ખોલાવી શકે છે.
  • ઈન્ડિયા પોસ્ટના જણાવ્યા અનુસાર, ચેકના કિસ્સામાં સરકારના ખાતાંમાં ચેકની રકમ આવવાની તારીખથી ખાતું ખૂલેલું માનવામાં આવશે.
  • આ અકાઉન્ટ સગીરના નામે અને બે પુખ્ત વયના નામે જોઇન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકાય છે.
  • પોસ્ટ ઓફિસમાં FD ખાતું ખોલાવવા માટે ઓછામાં ઓછી 1000 રૂપિયાની ડિપોઝિટ કરવી જરૂરી છે. મહત્તમ મર્યાદા નથી.
  • પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ અકાઉન્ટ 1થી 5 વર્ષ સુધીના સમયગાળા માટે 5.5%થી 6.7% લેખે વ્યાજ આપે છે.
  • આ યોજના હેઠળ વ્યાજ વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે. પરંતુ તેની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે.

ટાઈમ ડિપોઝિટ vs બેંકોના વ્યાજ દર
1 વર્ષની FD પર વ્યાજ

બેંકવ્યાજ દર(% માં)
પોસ્ટ ઓફિસ5.50
એક્સિસ5.15
PNB5.10
ICICI4.90

2 વર્ષની FD પર વ્યાજ

બેંકવ્યાજ દર (% માં)
પોસ્ટ ઓફિસ5.50
એક્સિસ5.25
PNB5.10
ICICI5.00

3 વર્ષની FD પર વ્યાજ

બેંકવ્યાજ દર (% માં)
પોસ્ટ ઓફિસ5.50
એક્સિસ5.40
PNB5.10
ICICI5.15

5 વર્ષની FD પર વ્યાજ

બેંકવ્યાજ દર (% માં)
પોસ્ટ ઓફિસ6.70
એક્સિસ5.75
PNB5.25
ICICI5.35