તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Banking related Rules Will Change From July 1, Making Withdrawals More Expensive; These 7 Changes Will Take Place From Next Month

કામની વાત:1 જુલાઈથી બેંકિંગ સંબંધિત નિયમોમાં ફેરફાર થશે, પૈસા ઉપાડવાનું મોંઘું થશે; આ 7 ફેરફાર આગામી મહિનાથી થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

1 જુલાઈથી સમગ્ર દેશમાં ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે. તેની સીધી અસર તમારા ખિસ્સા પર અને જીવન પર પડશે. તેથી નિયમોની જાણકારી તમને પહેલાથી જ હોય એ જરૂરી છે. 1 જુલાઈથી IDBI અને SBI બેંકમાંથી પૈસા ઉપાડવાનું મોંઘુ થશે. અમે તમને એવા 7 ફેરફાર વિશે જણાવી રહ્યા છીએ જેની અસર તમારા પર પડશે.

SBIએ પણ નિયમોમાં ફેરફાર કર્યા
1 જુલાઈથી બેંક ગ્રાહકોને પોતાના ઘણા કામ માટે વધારાના પૈસા આપવા પડશે. બેંકના જણાવ્યા પ્રમાણે, 1 જુલાઈથી ATMમાંથી પૈસા ઉપાડવા અને ચેકબુકનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે. બેઝિક સેવિંગ અકાઉન્ટ ડિપોઝિટ (BSBD) અકાઉન્ટ પર આ તમામ નિયમો લાગુ થશે. SBIના ATM અથવા બેંક બ્રાંચમાંથી 4 વખત પૈસા ઉપાડવાનું ફ્રી હશે. ત્યારબાદ એટલે કે ફ્રી લિમિટ બાદ કેશ ઉપાડવા પર 15 રૂપિયા અને GSTનો ચાર્જ લાગશે. તે સિવાય હવે ચેકબુક લેવા માટે પણ તમારે વધારે ચાર્જ આપવો પડશે.

IDBI બેંકમાંથી પૈસા ઉપાડવાનું મોંઘુ થશે
IDBI બેંક 1 જુલાઈથી ચેક લીફ ચાર્જ, સેવિંગ અકાઉન્ટ ચાર્જ, અને લોકર ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંકે રોકડ જમા (હોમ અને નોન-હોમ) માટે ફ્રી સુવિધાને સેમી અર્બન અને રૂરલ બ્રાંચમાં હાલ 7 અને 10માંથી ઘટાડીને ક્રમશઃ 5-5 વખત કરી દીધી છે. તે ઉપરાંત ગ્રાહકોને હવે દર વર્ષે ફક્ત 20 પેજની ચેક બુક જ નિશુલ્ક મળશે. ત્યારબાદ પ્રત્યેક ચેક માટે ગ્રાહકોને 5 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. તે સિવાય સિનિયર સિટીઝનને લોકર પર મળતું ડિસ્કાઉન્ટ ત્યાર મળશે જ્યારે તેમનું મંથલી એવરેજ બેલેન્સ (MAB) 10 હજાર હશે.

સ્પેશિયલ FD સ્કિમમાં રોકાણ નહીં કરી શકો
SBI, HDFC બેંક, ICICI બેંક અને બેંક ઓફ બરોડાએ સિનિયર સિટીઝન માટે સ્પેશિયલ FD શરૂ કરી હતી. આ સ્પેશિયલ સ્કિમ 30 જૂન 2021ના રોજ સમાપ્ત થઈ રહી છે. આ સ્કિમ્સ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને નોર્મલ FDની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું છે. 1 જુલાઈથી તમે આ સ્પેશિયલ સ્કિમ્સનો ફાયદો ઉઠાવી શકશો નહીં.

સિન્ડિકેટ બેંકના ગ્રાહકોએ નવો IFSC કોડ ઉપયોગ કરવો પડશે
સિન્ડિકેટ બેંકનું કેનેરા બેંકમાં મર્જર થઈ ગયું છે તેથી હવે 1 જુલાઈથી બેંકનો IFSC કોડ બદલાઈ જશે. આવી સ્થિતિમાં સિન્ડિકેટ બેંકની બ્રાંચનો હાલનો IFSC કોડ 30 જૂન 2021 સુધી જ કામ કરશે. 1 જુલાઈ 2021થી બેંકનો નવો IFSC કોડ લાગુ થઈ જશે. સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને હવે પોતાની બેંક શાખા માટે નવો IFSC કોડ લેવો પડશે.

આધારની જેમ જ્વેલરીના દરેક નંગની યુનિક ઓળખ અનિર્વાય થશે
ઘરેણાં ચોરી થઈ જવા અને ખોવાઈ જાય તો હવે તેના વાસ્તવિક માલિકની ઓળખ કરવી સરળ બનશે, જોકે આવું ત્યારે બનશે જો તેને પીગળાવીને નવું સ્વરૂપ ન આપવામાં આવ્યું હોય. જે રીતે દેશના તમામ નાગરિકોની ઓળખ આધાર કાર્ડમાં UID દ્વારા કરવામાં આવે છે, તેવી જ રીતે સરકાર 1 જુલાઈથી દરેક ઘરેણાં માટે UID અનિવાર્ય કરવા જઈ રહી છે.

LPG સિલિન્ડની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે
દર મહિનાની પહેલી તારીખે કેન્દ્ર સરકાર LPG સિલિન્ડરની કિંમતની જાહેરાત કરે છે. ગત મહિને સરકારે 19 કિલોવાળા કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 122 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

નાની બચત સ્કિમનાં વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે
નાની બચત એટલે કે સ્મોલ સેવિંગ સ્કિમમાં રોકાણ કરનારા લોકોને ઝડકો લાગી શકે છે. સરકારે એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે પણ માર્ચમાં તેના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. પરંતુ બાદમાં આ ઘટાડો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, કિસાન વિકાસ પત્ર, સિનિયર સિટીઝન સેવિંગ સ્કિમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, મંથલી ઈન્કમ સ્કિમ, ટાઈમ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ સ્કિમ સ્મોલ સેવિંગ સ્કિમમાં આવે છે.