કામના સમાચાર:લંચ બ્રેકના નામે બેન્કના અધિકારીઓ તમને રાહ જોવડાવી શકે નહીં, RBI પાસેથી આ રીતે લો મદદ

2 મહિનો પહેલા

ઘણીવાર આપણે બેન્કમાં જઈએ છીએ ત્યારે એવો જ જવાબ મળે છે કે 'લંચ ટાઈમ છે.' લંચ ટાઈમ પૂરો થઇ ગયા બાદ પણ કર્મચારીઓ ગાયબ હોય છે. ત્યારે આપણે ઘણીવાર સમય વેડફીને પણ બેન્કમાં બેસી રહીએ છીએ, પરંતુ થોડા સમય પહેલાં એક વ્યક્તિને રિસર્ચમાં ખબર પડી હતી કે બેન્ક લંચના નામ પર ગ્રાહકોને રાહ જોવડાવી શકે નહીં. આ સાથે ગ્રાહકોના અધિકાર વિશે પણ જાણકારી મેળવી હતી.

આજે કામના સમાચારમાં ગ્રાહકોનો બેકિંગ સર્વિસને લઈને કયા અધિકારો છે એ વિશે જાણીશું, જેથી તમને પણ વારંવાર તકલીફનો સામનો ન કરવો પડે.

બેન્કના બધા જ કર્મચારીઓ એકસાથે જમવા ન જઈ શકે
RBIએ એક આરટીઆઈનો જવાબ આપતાં જણાવ્યું હતું કે બેન્કના બધા જ અધિકારીઓ એકસાથે જમવા ન જઈ શકે. એક-એક કરીને લંચ બ્રેકમાં જઈ શકે છે. આ દરમિયાન જે નોર્મલ ટ્રાન્ઝેક્શન છે એ ચાલુ રહેવા જોઈએ. ગ્રાહકોને રાહ જોવડાવવી એ નિયમ વિરુદ્ધ છે.

જો કર્મચારી મોડા આવે તો તરત જ ફરિયાદ થશે
જો બેન્ક-કર્મચારીઓ તમને લંચના નામે કલાકો સુધી રાહ જોવડાવે, તમારી સાથે સારી રીતે વાત ન કરે અથવા કામમાં મોડું થાય તો તમે ફરિયાદ કરી શકો છો.

  • ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે કેટલીક બેન્કો, ફરિયાદો નોંધવા માટે રજિસ્ટર રાખે છે. અહીં તમે કોઈ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો.
  • જો રજિસ્ટર કામ કરતું નથી, તો તમે તે કર્મચારી વિશે બેન્ક-મેનેજર અથવા નોડલ ઓફિસરને પણ ફરિયાદ કરી શકો છો.
  • આ ઉપરાંત ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણ માટે સામાન્ય રીતે દરેક બેન્કમાં ફરિયાદ નિવારણ ફોરમ હોય છે. તેઓ ગ્રાહકની સમસ્યાનું નિરાકરણ પણ કરે છે.

ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમમાં બેન્ક-કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કેવી રીતે કરી શકે?
ફરિયાદ નિવારણ ફોરમનો હેતુ ગ્રાહકની કોઈપણ ફરિયાદનું નિરાકરણ કરવાનો છે. તમે બેન્કનો ફરિયાદ નિવારણ નંબર લઈને ફરિયાદ કરી શકો છો. જો તમે ઈચ્છો તો ઈમેલ પણ કરી શકો છો.

હવે સવાલ એ થાય છે કે ફરિયાદ કરવા માટે નંબર ક્યાંથી મળશે?
તમે સંબંધિત બેન્કની વેબસાઇટ પરથી ફરિયાદ નિવારણ નંબર મેળવી શકો છો. જો તમે ઈચ્છો તો બેન્કના કસ્ટમર કેર પર ફોન કરીને પણ નંબર મેળવી શકો છો.

જો બેન્ક ગ્રાહકની ફરિયાદ લેવાની ના પાડે તો શું કરી શકાય?
બેન્કિંગ લોકપાલમાં ફરિયાદ કરો
RBIએ ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે 2006માં બેન્કિંગ લોકપાલ સ્કીમ રજૂ કરી હતી. ગ્રાહકો બેન્કિંગ લોકપાલને ફરિયાદ કરી શકે છે. આ માટે નીચેના ગ્રાફિક્સ જુઓ...

બેન્કિંગ લોકપાલમાં ત્યારે ફરિયાદ કરી શકો છો, જ્યારે...

  • જે બેન્કથી તમને ફરિયાદ હોય એના ગ્રાહકની ફરિયાદ મળી છે અને તેમની તરફથી એક મહિનામાં ગ્રાહકને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
  • બેન્કે ગ્રાહકની ફરિયાદને ફગાવી દીધી છે.
  • બેન્કે ગ્રાહકને આપેલા જવાબથી ગ્રાહક સંતુષ્ટ નથી.

બેન્કિંગ લોકપાલમાં ફરિયાદ નોંધાવતી વખતે ગ્રાહકોએ કેટલીક શરતોનું પાલન કરવું પડશે
ગ્રાહકો સીધા બેન્કિંગ લોકપાલને ફરિયાદ કરી શકતા નથી. પહેલા ગ્રાહકે બેન્કમાં લેખિત ફરિયાદ કરવી પડશે, જ્યાંથી તેમને કોઈ સમસ્યા થઇ હોય.

ફરિયાદની કાર્યવાહી શરૂ થયાના 1 વર્ષની અંદર તમારે બેન્કિંગ લોકપાલને ફરિયાદ કરવી પડશે. એવું નહીં બને કે તમે 2 વર્ષ, 3 વર્ષ કે 5 વર્ષ પછી બેંક અથવા તેના કર્મચારીઓની ફરિયાદ બેંકિંગ લોકપાલને કરો.