બેંક ઓફ મહારાષ્ટ્રે લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકમાંથી લોન લેવી હવે સસ્તી થઈ ગઈ છે. બેંકે રેપો રેટ લિન્કિંગ લેન્ડિંગ રેટ (RLLR)માં 15 બેઝિક પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ હવે વ્યાજ દર 6.90% થઈ ગયા છે. નવા દર 7 નવેમ્બરથી લાગુ થઈ ગયા છે. અગાઉ કેનેરા અને કોટક મહિન્દ્રા બેંકે પણ આ મહિને વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.
બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હેમંત ટમટાએ આ ઘટાડા બાદ જણાવ્યું હતું કે, આ ઘટાડાથી આપણી હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન, એજ્યુકેશન લોન અને પર્સનલ લોનની સાથે MSME લોન વધુ આકર્ષક અને સસ્તી થઈ છે. અગાઉ ફેસ્ટિવલ સિઝનના કારણે બેંકે હોમ, ઓટો, અને ગોલ્ડ લોન પર પ્રોસેસિંગ ચાર્જમાં છૂટ આપી હતી.
કેનેરા બેંકે લોનના વ્યાજ દર 0.5%થી 0.15% સુધી ઘટાડ્યા, દિવાળી પર લોન લેવી સસ્તી બનશે
સપ્ટેમ્બરમાં પણ ઘટાડો થઈ શકે છે
અગાઉ પણ બેંકે સપ્ટેમ્બર મહિનામાં પણ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. બેંક ઓફ મહારાષ્ટ્રએ પસંદગીની અવધિના MCLRમાં 0.10% સુધીનો ઘટાડો કર્યો હતો.
કોટક મહિન્દ્રા બેંકે વ્યાજના દરમાં ઘટાડો કર્યો, હવે SBI કરતાં પણ સસ્તી હોમ લોન મળશે
ઇન્ડિયન ઓવરસીઝ બેંકે પણ ઘટાડો કર્યો
આ પહેલા ગુરુવારે ઇન્ડિયન ઓવરસીઝ બેંકે પણ MCLR 0.05%થી 0.50% સુધીનો ઘટાડો કર્યો હતો. ઇન્ડિયન ઓવરસીઝ બેંકના નવા દરો 10 નવેમ્બરથી લાગુ થઈ ગયા છે. કોટક મહિન્દ્રા બેંકે હોમ લોનના વ્યાજ દરમાં 15 બેઝિક પોઇન્ટ ઘટાડ્યા છે. આ સાથે હવે બેંક વાર્ષિક 6.75%ના વ્યાજ દરે હોમ લોન આપી રહી છે. અગાઉ, બેંક ઓફ બરોડાએ પણ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.