તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Bank Of Maharashtra Announces Recruitment For 150 Posts Of General Officer, Graduate Candidates Can Apply Till April 6

સરકારી નોકરી:બેંક ઓફ મહારાષ્ટ્રે જનરલ ઓફિસરના 150 પદ માટે ભરતી બહાર પાડી, 6 એપ્રિલ સુધી ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બેંક ઓફ મહારાષ્ટ્રે જનરલ ઓફિસરના 150 પોસ્ટની ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી માગી છે. આ પદ માટે એપ્લિકેશન પ્રોસેસ સોમવાર, 22 માર્ચથી શરૂ થઈ ગઈ છે. અરજી પ્રક્રિયા 6 એપ્રિલ સુધી ચાલુ રહેશે. ઈચ્છુક ઉમેદવારો બેંકની ઓફિશિયલ વેબસાઈટ bankofmaharashtra.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

પદોની સંખ્યાઃ 150 પદ

લાયકાત
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોની પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રીની સાથે કોઈ કમર્શિયલ બેંકમાં અધિકારી તરીકે 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
જરૂરી તારીખો
અરજી શરૂ થવાની તારીખ- 22 માર્ચ
અરજી કરવાની છેલ્લી તારીખ- 06 એપ્રિલ

વય મર્યાદા
અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 25 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ​​​​​​​

સિલેક્શન પ્રોસેસ
આ પદ માટે ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ, ઓનલાઈન પરીક્ષા, GDમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે.

સેલરી
પસંદગી પામેલા ઉમેદવારોને 48,170 –69,810 રૂપિયા દર મહિને સેલરી તરીકે આપવામાં આવશે. ​​​​​​​

અરજીની ફી
Gen/OBC/EWS- 1180 રૂપિયા
SC/ST- 180 રૂપિયા
PWD- કોઈ ફી નથી

આ રીતે અરજી કરવી
આ પદ માટે ઈચ્છુક ઉમેદવારો બેંકની ઓફિશિયલ વેબસાઈટ bankofmaharashtra.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

ઓફિશિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો.