ફેસ્ટિવ ઓફર:બેંક ઓફ ઈન્ડિયાએ હોમ અને વ્હીકલ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો, પ્રોસેસિંગ ફી પણ નહિ આપવી પડે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • BOI 31 ડિસેમ્બર સુધી ઓછા વ્યાજ દરે હોમ લોન આપશે
  • કોટક મહિન્દ્રા બેંક 8 નવેમ્બર સુધી 6.50%ના વ્યાજ દરે હોમ લોન ઓફર કરી રહી છે

ફેસ્ટિવ સિઝનમાં બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકો માટે હોમ લોન અને ઓટો લોન પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. બેંકે તેનાં હોમ લોનના વ્યાજ દરમાં 0.35%નો ઘટાડો કર્યો છે. આ ઘટાડા સાથે હવે BOIની હોમ લોનનો વ્યાજ દર 6.50% થયો છે. જોકે આ સ્પેશિયલ ઓફર 18 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2021 સુધી જ લાગુ રહેશે.

6.85%ના વ્યાજે વ્હીકલ લોન
BOIએ વ્હીકલ લોનના વ્યાજ દરમાં 0.50%નો ઘટાડો કર્યો છે. હવે વ્હીકલ લોનનો વ્યાજ દર 7.35%થી ઘટી 6.85% થયો છે.

પ્રોસેસિંગ ફી નહિ આપવી પડે
31 ડિસેમ્બર, 2021 સુધી હોમ અને વ્હીકલ લોન પર પ્રોસેસિંગ ચાર્જ પણ નહિ આપવો પડે. નવી લોન અને લોન ટ્રાન્સફરની અરજી કરનારા ગ્રાહકોને તેનો લાભ મળશે.

SBI અને BOB પણ ઓફર આપી રહી છે
ફેસ્ટિવ સિઝનને ધ્યાનમાં રાખી દેશની ઘણી બેંક હોમ લોન પર ખાસ ઓફર આપી રહી છે. બેંક ઓફ બરોડા અને કોટક મહિન્દ્રા બેંક ફેસ્ટિવલ ઓફર હેઠળ 6.50%ના વ્યાજ દરે હોમ લોન આપી રહી છે. SBI 6.70%ના વ્યાજ દરે લોન આપી રહી છે.

આ બેંક પણ આપી રહી છે ફેસ્ટિવ ઓફર
બેંક ઓફ બરોડા
ફેસ્ટિવ સિઝનને ધ્યાનમાં રાખી બેંકે હોમ લોનનો વ્યાજ દર ઘટાડી 6.50% કર્યો છે. આ ઘટાડાનો ફાયદો નવી લોન લેનારા સાથે અન્ય બેંક સાથે ટ્રાન્સફર લઈને આવેલા ગ્રાહકોને પણ
મળશે. આ ઓફર 31 ડિસેમ્બર સુધી મળશે.

SBI
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તહેવારમાં નવી ઓફર જાહેર કરી છે. બેંકે હવે 75 લાખ રૂપિયા સુધીના હોમ લોન પર વ્યાજ દર એકસમાન કર્યા છે. બેંકે વ્યાજ દર 6.70% કર્યો છે. આ પહેલાં લોન
અમાઉન્ટ પ્રમાણે અલગ અલગ વ્યાજ દર હતો.

કોટક મહિન્દ્રા બેંક
આ બેંકે હોમ લોનના વ્યાજ દરમાં 15 BPS (બેસિસ પોઈન્ટ)નો ઘટાડો કર્યો છે. હવે નવો વ્યાજ દર 6.50% થયો છે. આ ઓફર 8 નવેમ્બર સુધી છે. અન્ય બેંકથી ટ્રાન્સફર લઈને આવેલા
ગ્રાહકોને આ ઓફરનો લાભ મળશે.

ICICI બેંક
બેંકે ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર જાહેર કરી છે. તેમાં હોમ લોન પર માત્ર 1100 રૂપિયાની પ્રોસેસિંગ ફી આપવી પડશે. આ બેંક 6.70%ના વ્યાજ દરે હોમ લોન આપી રહી છે. બોનાન્ઝા ઓફર
1 ઓક્ટોબરથી શરૂ થઈ છે.

HDFC બેંક
આ પ્રાઈવેટ બેંકે પણ હોમ લોનની કિંમત ઘટાડી છે. નવી કિંમત પ્રમાણે ગ્રાહકો 6.70%ના વ્યાજ દરે હોમ લોન લઈ શકશે. આ સ્પેશ્યિલ સ્કીમ 31 ઓક્ટોબર સુધી અવેલેબલ છે.

LIC હાઉસિંગ ફાઈનાન્સ
2 કરોડ રૂપિયા સુધીની હોમ લોન માટે LICએ 6.66%નો વ્યાજ દર નક્કી કર્યો છે. આ ઓફર 30 નવેમ્બર સુધી જ લાગુ રહેશે.