તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Bank Of Baroda Offers Education Loans At An Interest Rate Of 8.40% And PNB At 8.45%, Loans Up To Rs 80 Lakh

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન લોન:બેંક ઓફ બરોડા 8.40 અને PNB 8.45%ના વ્યાજ દરે એજ્યુકેશન લોન આપે છે, 80 લાખ સુધીની લોન મળશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SBI 40 લાખની લોન 8.85% વ્યાજ દરે આપી રહી છે
  • ઈન્ડિયન બેંક 25 લાખ સુધીની લોન 8.60%ના વ્યાજ દરે પ્રદાન કરે છે

કોરોના મહામારીને કારણે ઘણા લોકોની આવક પર વિપરીત અસર થઈ છે. તેના કારણે ઘણા લોકોને હાયર એજ્યુકેશની ફી અફોર્ડ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તમે એજ્યુકેશન લોન લઈને તમારો અભ્યાસ પૂરો કરી શકો છો. ભારતીય સ્ટેટ બેંક (SBI) અને ઈન્ડિયન બેંક સહિત ઘણી એવી બેંકો છે જે ન માત્ર દેશમાં અભ્યાસ માટે, પરંતુ વિદેશમાં અભ્યાસ માટે સૌથી સસ્તા દરે એજ્યુકેશન લોન પ્રદાન કરે છે. જાણો કઈ બેંકમાંથી કેટલી અને કયા વ્યાજ દરે એજ્યુકેશન લોન લઈ શકાય છે.

તેમાં અભ્યાસ સંબંધિત તમામ ખર્ચ પણ સામેલ છે
સ્ટૂડન્ટ્સ અથવા તેમના માતાપિતા બાળકોના ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા પ્રોફેશનલ કોર્સ માટે બેંકોમાંથી એજ્યુકેશન લોન લઈ શકે છે. અહીં શરત એ છે કે, શિક્ષણ સંસ્થાન સરકાર માન્ય હોવી જોઈએ. જે બેંકમાં તમારું પહેલાથી જ અકાઉન્ટ છે ત્યાંથી એજ્યુકેશન લોન લેવાનું સરળ હોય છે. એજ્યુકેશન લોન અંતર્ગત કોલેજ, હોસ્ટેલ, લાયબ્રેરી, અભ્યાસ માટે કમ્પ્યુટરની ખરીદારીની સાથે ઈન્ટરનેશનલ એજ્યુકેશનના કિસ્સામાં આવનાર ખર્ચને પણ સામેલ કરવામાં આવે છે.

અહીં જાણો કઈ બેંક કયા વ્યાજ દરે લોન આપે છે

બેંકવ્યાજ દર (%)ભારતમાં અભ્યાસ માટે લોનની રકમવિદેશમાં અભ્યાસ માટે લોનની રકમIIT, IIM, ISB કોર્સિસ માટે લોનની રકમસમયગાળો
SBI8.85થી 10.0010 લાખ20 લાખ40 લાખ10-12 વર્ષ
એક્સિસ બેંક13.7075 લાખ75 લાખ75 લાખ7 વર્ષ
IDBI બેંક9.5010 લાખ20 લાખ10 લાખ10થી 15 વર્ષ
કેનેરા બેંક9.9510 લાખ20 લાખ20 લાખ10થી 15 વર્ષ
યૂકો બેંક10.6510 લાખ20 લાખ10 લાખ10થી 15 વર્ષ
પંજાબ નેશનલ બેંક8.45થી 10.4510 લાખ20 લાખ15 લાખ10થી 15 વર્ષ
ઈન્ડિયન બેંક8.60થી 10.6015 લાખ25 લાખ10 લાખ7 વર્ષ
બેંક ઓફ બરોડા8.40થી 9.1580 લાખ80 લાખ80 લાખ10થી 15 વર્ષ
સેન્ટ્રલ બેંક10થી 10.1010 લાખ20 લાખ20 લાખ10થી 15 વર્ષ

સંદર્ભઃ માયલોનકેર.COM

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો