તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશની ત્રીજી સૌથી મોટી જાહેર બેંક બેંક ઓફ બરોડાએ ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ સંભવિત રિટેલ લોન લેનારાઓને તેમની જગ્યાએ અને પેપરલેસ પ્રોસેસના માધ્યમથી ડિજિટલ રીતે લોન મેળવવામાં સક્ષમ બનાવે છે.
BoB અત્યારે ઓફલાઇન/ઓનલાઇન પાર્ટનર ચેનલોના માધ્યમ દ્વારા કંઈપણ ખરીદવા અને તે પછી સરળ EMIમાં ચૂકવણી કરવા માટે પ્રિ-અપ્રૂવ માઇક્રો પર્સનલ લોન આપે છે.
બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે, ગ્રાહકો તેમના બચત બેંક ખાતાંમાં પણ રકમ મેળવી શકે છે અને તેને 60 સેકંડમાં m-Connect+ (બેંકની મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન) દ્વારા 3થી 18 મહિનાની EMIમાં બદલી શકે છે.
BoB એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર વિક્રમાદિત્યસિંહ ખિંચીએ જણાવ્યું કે, બેંકે રિટેલ, MSME અને કૃષિ ક્ષેત્રોમાં ડિજિટલ પ્રથમ ધિરાણનો અભિગમ અપનાવીને આગામી 5 વર્ષમાં બેંકિંગ ઉદ્યોગની વૃદ્ધિમાં 1.50 ગણા વૃદ્ધિની કલ્પના કરી છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.