બેંક ઓફ બરોડાએ હોમ લોનને વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કર્યો છે. હવે બેંકની હોમ લોનના વ્યાજદર 6.50% થી શરૂ થશે. નવા વ્યાજદરનો ફાયદો નવી લોન ઉપરાંત બીજી બેંકમાંથી ટ્રાન્સફર થયેલી હોમ લોન પર મળશે. નવા દર 7 ઓક્ટોબર 2021થી લાગુ થઈ ગયા છે અને તેની લાભ 31 ડિસેમ્બર સુધી મળશે. આ વ્યાજદર અન્ય બેંક કરતાં ઓછો છે.
પ્રોસેસિંગ ફી નહીં આપવી પડે
બેંક ઓફ બરોડા બેંકે પહેલેથી પ્રોસેસિંગ ફી માફ કરી છે. 31 ડિસેમ્બર સુધી કોઈ પણ ગ્રાહકોની પ્રોસેસિંગ ફી નહીં લે. એટલે કે હાલ લોન લેશો તો તમને ડબલ ફાયદો મળશે.
ઘણી બેંક 7% ઓછા વ્યાજદર પર આપી રહ્યા છે હોમ લોન
હાલ ઘણી બેંક 7%થી પણ ઓછા વ્યાજદર પર હોમ લોન આપી રહી છે. કોટક મહિન્દ્રા બેંકની હોમ લોનનો વ્યાજદર 6.65% અને LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની હોમલોન 6.66%થી શરૂ થાય છે.
બેંક | વ્યાજદર (% માં) |
બેંક ઓફ બરોડા | 6.50 |
કોટક મહિન્દ્રા બેંક | 6.65 |
LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ. | 6.66 |
ICICI | 6.70 |
SBI | 6.70 |
પંજાબ નેશનલ બેંક | 6.80 |
અહીં સમજો કોટક મહિન્દ્રા, LIC અને SBI પાસેથી લોન લેવા પર કેટલું વ્યાજ અને હપ્તો દેવો પડે
લોન અમાઉન્ટ (રૂપિયામાં) | સમય | વ્યાજદર (% માં) | હપ્તો (EMI) | કુલ વ્યાજ (રૂપિયામાં) |
10 લાખ | 20 | 6.50 | 7,456 | 7.89 લાખ |
10 લાખ | 20 વર્ષ | 6.65 | 7,544 | 8.11 લાખ |
10 લાખ | 20 વર્ષ | 6.66 | 7,550 | 8.12 લાખ |
10 લાખ | 20 વર્ષ | 6.70 | 7,574 | 8.18 લાખ |
10 લાખ | 20 વર્ષ | 6.80 | 7,633 | 8.32 લાખ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.