• Gujarati News
  • Utility
  • Bank Of Baroda Has Only Cut The Interest Rates Of Home Loan, Now Loan Will Be Available At 6.50% Interest

તહેવારોમાં લોન સસ્તી થઈ:બેંક ઓફ બરોડાએ હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો કર્યો, હવે 6.50% વ્યાજ પર લોન મળશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેંક ઓફ બરોડા 31 ડિસેમ્બર સુધી કોઈ પણ ગ્રાહકોની પ્રોસેસિંગ ફી નહીં લે

બેંક ઓફ બરોડાએ હોમ લોનને વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કર્યો છે. હવે બેંકની હોમ લોનના વ્યાજદર 6.50% થી શરૂ થશે. નવા વ્યાજદરનો ફાયદો નવી લોન ઉપરાંત બીજી બેંકમાંથી ટ્રાન્સફર થયેલી હોમ લોન પર મળશે. નવા દર 7 ઓક્ટોબર 2021થી લાગુ થઈ ગયા છે અને તેની લાભ 31 ડિસેમ્બર સુધી મળશે. આ વ્યાજદર અન્ય બેંક કરતાં ઓછો છે.

પ્રોસેસિંગ ફી નહીં આપવી પડે
બેંક ઓફ બરોડા બેંકે પહેલેથી પ્રોસેસિંગ ફી માફ કરી છે. 31 ડિસેમ્બર સુધી કોઈ પણ ગ્રાહકોની પ્રોસેસિંગ ફી નહીં લે. એટલે કે હાલ લોન લેશો તો તમને ડબલ ફાયદો મળશે.

ઘણી બેંક 7% ઓછા વ્યાજદર પર આપી રહ્યા છે હોમ લોન
હાલ ઘણી બેંક 7%થી પણ ઓછા વ્યાજદર પર હોમ લોન આપી રહી છે. કોટક મહિન્દ્રા બેંકની હોમ લોનનો વ્યાજદર 6.65% અને LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની હોમલોન 6.66%થી શરૂ થાય છે.

બેંકવ્યાજદર (% માં)
બેંક ઓફ બરોડા6.50
કોટક મહિન્દ્રા બેંક6.65
LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ.6.66
ICICI6.70
SBI6.70
પંજાબ નેશનલ બેંક6.80

અહીં સમજો કોટક મહિન્દ્રા, LIC અને SBI પાસેથી લોન લેવા પર કેટલું વ્યાજ અને હપ્તો દેવો પડે​​​​​​​​​​​​​​

લોન અમાઉન્ટ (રૂપિયામાં)સમયવ્યાજદર (% માં)હપ્તો (EMI)કુલ વ્યાજ (રૂપિયામાં)
10 લાખ206.507,4567.89 લાખ
10 લાખ20 વર્ષ6.657,5448.11 લાખ
10 લાખ20 વર્ષ6.667,5508.12 લાખ
10 લાખ20 વર્ષ6.707,5748.18 લાખ
10 લાખ20 વર્ષ6.807,6338.32 લાખ