બેંક ઓફ બરોડાએ હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. બેંકે હોમલોનનો વ્યાજદર 6.75 ટકાથી ઘટાડીને 6.50 ટકા પ્રતિ વર્ષ કરી દીધો છે. બેંકે કહ્યું કે, હોમલોન માટે વ્યાજનો નવો દર 30 જૂન, 2022 સુધી અમલમાં રહેશે.
પ્રોસેસિંગ ફી માં પણ મળશે છૂટછાટ
બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર (હોમ લોન અને અન્ય રિટેલ એસેટ્સ) એચ ટી સોલંકીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા કેટલાક મહિનાઓથી હાઉસિંગના વેચાણમાં ઉછાળો જોઈ રહ્યા છીએ. આને ધ્યાનમાં રાખીને અમે ગ્રાહકોના વ્યાજમાં મર્યાદિત સમયગાળા માટે 6.50% ના વિશેષ વ્યાજદરની ઓફર કરી છે. આ સાથે જ ગ્રાહકોને પ્રોસેસિંગ ચાર્જમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.
સિબિલ સ્કોર સારો હોવો જરૂરી
નવા વ્યાજદર નવી હાઉસિંગ લોન લેનારા ગ્રાહકો તેમજ અન્ય બેન્કમાંથી લીધેલી લોન બેન્ક ઓફ બરોડામાં ટ્રાન્સફર કરનારને લાગુ પડશે. આ વ્યાજદરનો લાભ એ જ લોકોને મળશે જેમનો સિબિલ સ્કોર 771 કે તેથી વધુ છે.
સિબિલ સ્કોર પાછલી લોન વિશે માહિતી આપે છે
સિબિલ સ્કોર પાછલી લોન વિશે માહિતી આપે છે. માટે બેન્કમાંથી લોન અને ક્રેડિટ કાર્ડ મેળવવા માટે સિબિલનો સારો સ્કોર હોવો જરૂરી છે. જો તમે તમારી લોનના રેગ્યુલર EMI ભરતા રહો તો તમારો સિબિલ સ્કોર મજબૂત બનશે. સિબિલ સ્કોર ૩૦૦ થી ૯૦૦ પોઇન્ટની વચ્ચે હોય છે. જો સ્કોર 750 પોઇન્ટ અથવા તેનાથી વધુ હોય તો લોન મેળવવી સરળ છે. સિબિલ સ્કોર ૨૪ મહિનાના ક્રેડિટ હિસ્ટ્રી મુજબ બને છે.
આ બેંકો ઓછા વ્યાજે લોન પણ આપી રહી છે
બેંક | વ્યાજદર (ટકા) |
બેન્ક ઓફ બરોડા | 6.50 |
કોટક મહિન્દ્રા | 6.55 |
એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ | 6.66 |
એસબીઆઈ | 6.70 |
આઈસીઆઈસીઆઈ | 6.70 |
એચડીએફસી બેન્ક | 6.70 |
એક્સિસ બેન્ક | 6.75 |
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા | 6.80 |
પંજાબ નેશનલ બેંક | 6.80 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.