તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સસ્તી હોમ લોન:બેંક ઓફ બરોડાએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો, હવે 6.75% પર હોમ લોન મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બેંક ઓફ બરોડાએ બરોડા રેપો લિંક્ડ લેંડિંગ રેટ (BRLLR)માં સોમવારથી 0.10%નો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ વ્યાજ દર 6.85%થી ઘટીને 6.75% થઈ ગયા છે. એક્સટર્નલ બેંચમાર્ક રેપો લિંક્ડ રેટમાં ઘટાડાની સાથે બેંકના તમામ રિટેલ લોન ઓટોમેટિક એડસ્ટ થઈ જશે. બેંકની આ જાહેરાત કર્યા બાદ ગ્રાહક હોમ લોન, મોર્ગેજ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન અને બીજી રિટેલ લોનનો ફાયદો ઉઠાવી શકે છે.

6.75% પર હોમ લોન મળશે
આ ઘટાડાની સાથે હોમ લોનના રેટ્સ 6.75%થી શરૂ થાય છે અને કાર લોનના રેટ 7%થી શરૂ થાય છે. મોર્ગેજ લોનના રેટ 7.95% અને એજ્યુકેશન લોનના રેટ 6.75%થી શરૂ થાય છે.

આ બેંકોએ પણ વ્યાજ દરમાં ઘટાડો કર્યો
અગાઉ દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI), ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, અને HDFC બેંકે લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો.

આ બેંકો હોમ લોન સસ્તા વ્યાજ દરે આપી રહી છે

બેંકવ્યાજ દર (% માં)
કોટક મહિન્દ્રા6.65
SBI6.70
બેંક ઓફ બરોડા6.75
HDFC6.80
એક્સિસ6.90

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો