• Gujarati News
  • Utility
  • Bank Of Baroda Announces Recruitment For 47 Posts Of Agriculture Marketing Officer, Candidates Can Apply Till January 27

સરકારી નોકરી:બેંક ઓફ બરોડાએ એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસરની 47 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી, ઉમેદવારો 27 જાન્યુઆરી સુધી અપ્લાય કરી શકે છે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોટિફિકેશનના અનુસાર, ઉમેદવારોની પાસે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કૃષિ અથવા અન્ય સંબંધિત વિષયમાં ચાર વર્ષની ડિગ્રી હોવી જોઈએ

બેંક ઓફ બરોડાએ 47 એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસરની જગ્યા માટે અરજીઓ માગી છે. આ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી 2022 છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ bankofbaroda.in દ્વારા અરજી કરી શકે છે.

મહત્ત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની શરૂઆતની તારીખઃ 07 જાન્યુઆરી 2022

અરજીની છેલ્લી તારીખઃ 27 જાન્યુઆરી 2022

કેટેગરી પ્રમાણે ડિટેલ

  • SC: 07
  • ST: 03
  • OBC: 12
  • EWS: 04
  • UR: 21
  • કુલઃ 47 પદ

વય મર્યાદા

  • 25થી 40 વર્ષ

લાયકાત
નોટિફિકેશનના અનુસાર, ઉમેદવારોની પાસે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કૃષિ અથવા અન્ય સંબંધિત વિષયમાં ચાર વર્ષની ડિગ્રી હોવી જોઈએ. સાથે સંબંધિત વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને ડિપ્લોમા કરી ચૂકેલા ઉમેદવારો પણ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

અરજી માટે ચાર્જ
ઉમેદવારો અરજી માટે ફીની ચૂકવણી ઓનલાઈન નેટ બેંકિંગ/ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ વગેરે દ્વારા કરી શકે છે. જનરલ / EWS / OBC ઉમેદવારોએ 600 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC/ST/PWD/મહિલા ઉમેદવારોએ રૂ.100 ચૂકવવા પડશે.