તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Bank Account Allowed To Update KYC Till December, Bank Not To Take Any Action Against Customers: RBI

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંકની બ્રાંચમાં જવાની જરૂર નથી:બેંક અકાઉન્ટમાં ડિસેમ્બર સુધીમાં KYC અપડેટ કરવાની છૂટ, બેંક કોઈ ગ્રાહકો પર કાર્યવાહી ના કરે- રિઝર્વ બેંક

8 દિવસ પહેલા
  • કેટલાક કેસમાં વીડિયો KYCની સુવિધા આપવાની જાણકારી રિઝર્વ બેંકે આપી છે
  • કોઈ રેગ્યુલેટરી અથવા એજન્સીએ અકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હોય તો તેના પર કોઈ રાહત નહીં હોય

રિઝર્વ બેંકે ગ્રાહકોને મોટી રાહત આપી છે. રિઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બર 2021 સુધી જો તમે બેંક અકાઉન્ટમાં KYC એટલે કે તમારી પૂરી જાણકારી અપડેટ નથી કરી તો બેંક તમારા પર કોઈ કાર્યવાહી નહીં કરે. તે ઉપરાંત કેટલાક કિસ્સામાં વીડિયો KYCની પણ સુવિધા આપવાની જાણકારી રિઝર્વ બેંકે આપી છે.

બેંક કોઈ કાર્યવાહી કરશે નહીં
રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસના જણાવ્યા પ્રમાણે, જે લોકો તેમના બેંક અકાઉન્ટમાં પોતાની જાણકારી અપડેટ કરાવવા માગે છે, તેઓ તેના માટે ડિસેમ્બર સુધીનો સમય લઈ શકે છે. તેના માટે બેંક કોઈ કાર્યવાહી નહીં કરે. તેમણે કહ્યું કે દેશના તમામ ભાગોમાં કોવિડ સંબંધિત પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને, બેંકોને સલાહ આપવામાં આવે છે કે સમયાંતરે જે પણ KYC અપડેટની પ્રક્રિયા છે, અથવા કોઈ પેન્ડિંગ KYC છે, તો તેના પર ગ્રાહકોને અકાઉન્ટને સંચાલિત કરવા માટે કોઈ કાર્યવાહી ન કરે. હા, જો કોઈ રેગ્યુલેટર અથવા એન્ફોર્સમેન્ટ એજન્સી અથવા કાનૂની કારણોસર તે અકાઉન્ટ પર પ્રતિબંધ છે, તો તે લાગુ રહેશે.

ખાતાધારકો માટે બ્રાંચમાં જવાનું મુશ્કેલ છે
શક્તિકાંત દાસે કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં ઘણી બધી બેંકના ખાતાધારકો માટે એ મુશ્કેલ છે કે તેઓ પોતાની KYC ડિટેઈલને અપડેટ કરાવે. ઘણી બધી બેંક એવી છે જે KYC અપડેટ માટે બેંકની બ્રાંચમાં જ ગ્રાહકોને બોલાવે છે. તેમની પાસે ડિજિટલ રીતે KYC અપડેટની વ્યવસ્થા નથી. જો કે, કેટલીક બેંકોમાં ડિજિટલ KYC અપડેટની વ્યવસ્થા છે. જેમ કે, તાજેતરમાં દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)એ નવા ખાતા માટે વીડિયો KYCની સુવિધા આપી છે. એટલે કે ઘરેબેઠા તમારું KYC વીડિયો દ્વારા અપડેટ કરવામાં આવશે.

બેંક અકાઉન્ટ બંધ કરી દે છે
નિયમ મુજબ, જો તમે KYC અપડેટ નથી કરાવતા તો તમારી બેંક અકાઉન્ટ બંધ કરી દે છે. તેથી બેંકને આ વખતે 31 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે કે તેઓ ગ્રાહકોના અકાઉન્ટ પર કોઈ કાર્યવાહી ના કરે. રાહત તરીકે કેટલીક બેંકોમાં ઈમેલથી બેંકને KYC સંબંધિત દસ્તાવેજો બેંકને મોકલી શકે છે. તમે પોસ્ટ દ્વારા પણ મોકલી શકો છો.

e-KYC બાદ પણ અકાઉન્ટ ખોલાવી શકાય છે
રિઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે, આધાર e-KYCના વેરિફિકેશન બાદ તમે બેંકમાં ખાતું ખોલી શકો છો. જો કમે ફેસ ટૂ ફેસ KYC નહીં કરાવો તો પણ તે માન્ય રહેશે. નવી પ્રક્રિયા અનુસાર, પ્રોપરાઈટરશિપ ફર્મ પણ વીડિયો KYC દ્વારા ખાતું ખોલી શકે છે. ડિજિટલ KYCમાં તમે ડિજિલોકરનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે કરી શકો છો. તેને પણ માન્ય રાખવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો