• Gujarati News
  • Utility
  • Balance Can Be Checked In 4 Ways Including Umang App From Message, Miss Call To Check Whether Interest Money Has Come In PF Account Or Not.

સુવિધા:PF અકાઉન્ટમાં વ્યાજના પૈસા આવ્યા કે નહીં ચેક કરી, મેસેજ, મિસ કોલથી લઇને ઉમંગ એપ સહિત 4 રીતે બેલેન્સ ચેક કરી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ નાણાકીય વર્ષ 2020-21 માટેનું વ્યાજ સબસ્ક્રાઈબર્સના ખાતાંમાં ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું છે. EPFOએ PF પર 8.50%ના દરે વ્યાજ ચૂકવવું પડશે. તમારે તમારું PF અકાઉન્ટનું બેલેન્સ ચેક કરી લેવું કે તમારા PF ખાતાંમાં સરકાર તરફથી દિવાળી ગિફ્ટ આવી છે કે નહીં. અકાઉન્ટનું બેલેન્સ ચેક કરવા માટે નીચે આપેલી 4 પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય.

1- SMS દ્વારા ચેક કરો અકાઉન્ટ બેલેન્સ
મેસેજ દ્વારા PF બેલેન્સ જાણવા માટે તમારો મોબાઈલ નંબર UANની સાથે રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. SMS દ્વારા EPF બેલેન્સ ચેક કરવા માટે તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી મેસેજમાં EPFOHO UAN ENG લખીને 7738299899 પર મેસેજ કરવાનો રહેશે. અહીં ENGના તે પહેલા ત્રણ કેરેક્ટર વિશે જણાવવું પડશે જે ભાષામાં તમે જાણકારી જોઈએ છે. મેસેજની સુવિધા, અંગ્રેજી, હિન્દી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળી ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે.

2- મિસ્ડ કોલથી ચેક કરો બેલેન્સ
મિસ્ડ કોલ દ્વારા EPF Balance ચેક કરવા માટે તમારો મોબાઈલ નંબર UAN સાથે રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલથી 011-22901406 પર મિસ્ડ કોલ કરીને EPF Balance જાણી શકો છો. મિસ્ડ કોલ આપ્યા બાદ તમારા રજિસ્ટર્ડ નંબર પર EPFનો એક મેસેજ આવશે, જેનાથી તમે EPF Balanceની માહિતી મળી જશે. મેસેજમાં PF Number, નામ, જન્મ તારીખ, EPF બેલેન્સની સાથે છેલ્લી જમા રકમ પણ જણાવવી પડે છે.

3- ઉમંગ એપ પરથી આ રીતે ચેક કરો બેલેન્સ
તમારી ઉમંગ એપ ખોલો અને EPFO પર ક્લિક કરો. તમારે એક અન્ય પેજ પર એમ્પ્લોય-સેન્ટ્રિક સર્વિસ (employee-centric services) પર ક્લિક કરવાનું રહેશે. અહીં વ્યુ પાસબુક પર ક્લિક કરો. તમારો UAN નંબર અને પાસવર્ડ (OTP) દાખલ કરો. OTP તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે. ત્યારબાદ તમે તમારું PF બેલેન્સ ચેક કરી શકો છો.

4- વેબસાઈટ પર આ રીતે ચેક કરી શકો છો PFનું બેલેન્સ

  • EPFOની વેબસાઈટ epfindia.gov.in પર ઈ-પાસબુક પર ક્લિક કરો.
  • ઈ-પાસબુક પર ક્લિક કરવા પર એક નવું પેજ passbook.epfindia.gov.in પર આવી જશો.
  • અહીં તમારે તમારું યુઝર નામ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચા ભરવો પડશે.
  • તમામ ડિટેલ્સ ભર્યા બાદ એક નવું પેજ પર ઓપન થશે અને અહીં મેમ્બર ID પસંદ કરવાનો રહેશે.
  • અહીં ઈ-પાસબુક પર તમારું EPF બેલેન્સ મળી જશે.
અન્ય સમાચારો પણ છે...